Home State Gujarat જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ

0
492
જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ
જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ હાથ ધરાતા કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ હાથ ધરાતા કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત સતર્ક છે. તાજેતરમાં જ જૂનાગઢ ખાતે મે. જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા આશરે રૂ. ૭ લાખની કિંમતનો ૨૧૦૦ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વલસાડ ખાતે પણ મે. ચરણામૃત ડેરી અને મે. જશનાથ ટ્રેડર્સ ખાતે તપાસ હાથ ધરાતા રૂ. ૩.૩૪ લાખની કિંમતનો આશરે ૫૩૩ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને મળી રાજ્યમાં કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિલોગ્રામ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા જપ્ત કરાયો છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ઘીમાં ભેળશેળ કરતા હોવાની મળેલી બાતમીના આધારે ગાંધીનગર વડી કચેરી તેમજ જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢની મે. જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ ખાતે સફળ રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. પેઢીના માલિક કમલેશકુમાર સોઢા વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હતા. તપાસ દરમ્યાન શંકાસ્પદ “અમુલ ઘી” તથા “કૃષ્ણા ઘી”ના ૧૫ કિગ્રા પેકિંગમાં જથ્થો જોવા મળ્યો હતો, જેનું બીલ રજૂ કર્યું ન હતું પરંતુ નિવેદનથી આ ઘી તેઓ મે. જી.પી.એસ. ઓઇલ ઇન્‍ડસ્ટ્રીઝ-મુંબઈથી વગર બીલે ખરીદ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

આ ઘીમાં તેઓ પામોલીન ઓઇલ, વનસ્પતિ તથા બીજી હલ્કી કક્ષાના પદાર્થોની ભેળસેળ કરી નીચી ગુણવત્તા વાળું ભેળસેળ યુક્ત ઘીનું ઉત્પાદન કરી પોતાની “વ્રજ મટુકી” અને “શ્રી કાઠીયવાડી ગીર બ્રાન્‍ડ”થી અલગ-અલગ પેકીંગમાં પેક કરી ૧ લિટરના રૂ. ૨૫૦/- લેખે વેચતા હોવાનું જણાયું હતું. સ્થળ પર મેજીક બોક્ષ દ્વારા ઘીની ગુણવત્તા અંગે ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે પેઢીના માલિકની હાજરીમાં જ ઘીના છ (૬) નમુના લેવાયા હતા અને બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કમિશનરએ ઉમેર્યું હતું કે, વલસાડ ખાતે પણ વલસાડ વર્તુળ કચેરી દ્વારા ઉમરગામ તથા તાપી તાલુકામાં સઘન ચેકીંગ હાથ ધરાતા ઉમરગામની મે. ચરણામૃત ડેરીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો જોવા મળ્યો હતો. પેઢીના માલિક મિતુલભાઇ ધામેલીયાની હાજરીમાં “રંગ મધુર ગાયનું ઘી” કે જે નીચલી ગુણવત્તા વાળા બટરમાંથી બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું. અહિ ઉત્પાદિત “રંગ મધુર ગાયનું ઘી”ના કુલ ૨ નમુનાઓ લઇ આશરે ૫૦૦ કિ.ગ્રા. જેટલો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે જ અન્ય પેઢી મે. જશનાથ ટ્રેડર્સ ખાતેથી પણ પેઢીના માલિક સુરેશકુમાર સરનની હાજરીમાં “સરન પ્રિમિયમ ગાયનું ઘી” તથા “વાસ્તુ એગમાર્ક ઘી”ના કુલ ૨ નમુનાઓ લઇ બાકી રહેલ ૩૩ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત રુ. ૨૧,૦૦૦/- છે તે જપ્ત કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે