મોંઘવારીએ માઝા મૂકી,ટામેટાં ડુંગળી બાદ કઠોળના ભાવમાં વધારો

0
73
મોંઘવારીએ માઝા મૂકી,ટામેટાં ડુંગળી બાદ કઠોળના ભાવમાં વધારો
મોંઘવારીએ માઝા મૂકી,ટામેટાં ડુંગળી બાદ કઠોળના ભાવમાં વધારો

મોંઘવારીએ માઝા મૂકી

ટામેટા ડુંગળી બાદ કઠોળના ભાવમાં વધારો

કઠોળના હોલસેલ બજારમાં પણ મંદી

ગૃહિણીઓનું બજેટ અસ્તવયસ્ત

મોંઘવારીએ માઝા મૂકી છે.જેના  કારણ કે ટેમેટા ડુંગળી બાદ કઠોળના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારો  થતા ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે.  કઠોળના હોલસેલ બજારમાં પણ મંદી જોવા મળી રહી છે .કોઠોળમાં ભાવ વધારા બાદ  છેલ્લા 15 દિવસથી કાલુપુર ચોખા બજાર તેમજ લાટ બજારમાં દાળ કઠોળના ભાવ વધતા બજારમાં મંદી હોવાનો વેપારીઓ રટણ કરી રહ્યા છે કારણકે તુવેરદાળના ભાવ 120 રૂપિયા કિલો હતા જેમાં સાતથી આઠ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચણાદાળે 70 રૂપિયા કિલો હોલસેલ બજારમાં વેચાય છે જેમાં છ રૂપિયા ભાવ વધારો છે.તેમજ  ચણાના ભાવ  પણ 6 રૂપિયા ભાવ વધારો છે.જ્યારે મગના ભાવમાં હાલ સ્થિરતા જોવા મળે છે જે 90 થી 92 રૂપિયા કિલો હોલસેલ બજારમાં માલ વેચાઈ રહ્યો છે મોગર દાળ 102 રૂપિયા કિલો છે અને ભાવ સ્થિર છે મસૂર દાળ 75 કિલો મસૂર 70 રૂપિયા કિલો દાળ હોલસેલ બજારમાં વેચાઈ રહ્યો છે.

છેલ્લા પંદર દિવસથી કઠોળના ભાવમાં બજારમાં વધ ઘટના ભાવ

તુવેર દાળના હાલના ભાવ 120 રૂ.કિલો

ચણા દાળ 70 રૂ કિલો

ચણા 60 રૂ.કિલો

મગ 90 થી 92 કિલો

મોગર દાળ 102 રૂ.કિલો

મસુર દાળ 75 રૂ.કિલો

મસૂર 70 રૂ. કિલો

છેલ્લા 15 દિવસથી કઠોળના ભાવમાં વધઘટ થવાના કારણે બજારમાં મંદી જોવા મળી રહી છે.. હાલમાં બજરમાં ભાવમાં સ્થિર છે..પણ બજારમાં મંદીનો માહોલ છે.. અમદાવાદના હોલસેલ બજાર કાલુપુર લાટ બજારમાં કઠોળ તેમજ દાળના ભાવમાં વધઘટ થવાના કારણે બજારમાં મંદી છે…

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ