INDvsENG :  ભારત શાનદાર ફોર્મમાં, જાડેજા-રોહિતની સદી, સરફરાજે ડેબ્યુ મેચમાં જ લોકોના દિલ જીત્યા   

0
321
INDvsENG
INDvsENG

INDvsENG  : કેપ્ટન રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાની સદીની ઇનિંગ્સના આધારે ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા છે. સ્ટમ્પ્સ સુધીમાં લોકલ બોય રવીન્દ્ર જાડેજા 110 અને કુલદીપ યાદવે 1 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વુડે ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત અને જાડેજાએ ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. આ શ્રેણીમાં ભારત તરફથી આ પ્રથમ સદીની ભાગીદારી છે.

INDvsENG

INDvsENG : જાડેજા-રોહિતની શતક  

INDvsENG  : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતની શરૂઆત સારી ન રહી અને ભારતે 33 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી હતી. રોહિત શર્મા રાજકોટમાં તેના ટેસ્ટ કરિયર 11મી સદી ફટકારી હતી. આ પછી હવે રવિન્દ્ર જાડેજાએ પણ સદી ફટકારી હતી.

INDvsENG

રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 3 હજાર રન પૂરા કર્યા છે. તેણે 70 મેચની 102 ઇનિંગ્સમાં 3 હજાર રન પૂરા કર્યા. આ દરમિયાન તેણે 20 અડધી સદી અને 4 સદી ફટકારી હતી. રવીન્દ્ર જાડેજાએ જેમ્સ એન્ડરસન સામે 1 રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામે આ તેની બીજી સદી હતી. તેણે ભારતમાં ત્રીજી સદી ફટકારી હતી.

INDvsENG : ડેબ્યૂ મેચમાં સરફરાજે જીત્યા લોકોના દિલ

INDvsENG

INDvsENG  : આ મેચમાં સૌથી શાનદાર વાત એ છે કે ડેબ્યૂ કરનાર ભારતીય બેટર સરફરાજ ખાને ટીમમાં મોકો મળતાં જ પોતાની કાબેલિયત દેખાડી દીધી હતી . સરફરાજે પહેલી જ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા તેણે અડધીસદી ફટકારી દીધી હતી, ટેસ્ટમાં ડેબ્યુ કરી રહેલ સરફરાઝ ખાનની બેટિંગ સમયે તેણો પરિવાર સ્ટેડિયમમાં હતો અને તેણે ચેયર કરી રહ્યો હતો. બીજી બાજુ સરફરાજ ખાને પહેલી જ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા તેના પિતા ભાવુક થયા હતા.

સરફરાઝે પહેલી વાર ટેસ્ટ મેચમાં ભારતની જર્સીમાં જોઈને પિતાના આંખોમાંથી આંસુ જોવા મળ્યા હતા.  પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલો સરફરાઝ ખાન અડધી સદી ફટકારીને રન આઉટ થયો હતો. માર્ક વુડના ડાયરેક્ટ હિટથી તે રનઆઉટ થયો હતો. સરફરાઝે 66 બોલમાં 62 રન બનાવ્યા હતા.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे