Satellite Crash : ધ્યાન રાખજો : ધરતી પર ક્રેસ કરવામાં આવશે આ સેટેલાઈટ, તારીખ અને સમય જાણી લો

0
224
Satellite Crash
Satellite Crash

Satellite Crash : યુરોપિયન સ્પેસ એજન્સીએ નિષ્ફળ ગયેલા સેટેલાઈટ કે જેને યુરોપિયન રિમોટ સેન્સિંગ 2 (ERS-2) સેટેલાઈટ તરીકે ઓળખવામાં આવે છે તેને પૃથ્વી પર પરત લાવવા ક્રેશ કરવાનો નિર્ણય લીધો છે. અલબત વૈજ્ઞાનિકોએ આ અંગે ચોક્કસ માહિતી આપી નથી કે હકીકતમાં આ સેટેલાઈટ એટલે કે ઉપગ્રહ ધરતી પર ક્યાં વિસ્તારમાં પડશે. જોકે વૈજ્ઞાનિકોએ આ ઉપગ્રહ ધરતીના વાતાવરણમાં 19મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5:26 મિનિટે આવશે તેવી માહિતી આપી હતી.

Satellite Crash  : આ ઉપગ્રહ વર્ષ 1995માં છોડવામાં આવેલો

Satellite Crash


આ ઉપગ્રહને એપ્રિલ,1995માં પૃથ્વીની નીચલા ભ્રમણ કક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટમાં લોંચ કરવામાં આવ્યો હતો અને તે સપ્ટેમ્બર,2011માં તેની કામગીરી પૂરી કરી ત્યાં સુધી આપણી ધરતીનું અવલોકન કરતો હતો.

Satellite Crash  : તારીખ અને સમય જાહેર

Satellite Crash


અલબત ESA દ્વારા એક હંગામી તારીખ અને સમય રજૂ કર્યાં છે કે જ્યારે આ ઉપગ્રહ ફરીથી ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરશે. ડેટાના આધારે ESAએ ગણતરી કરી છે કે આ ઉપગ્રહ 19મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5:26 મિનિટે ધરતી પર ક્રેશ થશે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સમયને લગતી આગાહીમાં 1.5 દિવસ અથવા 38 કલાકનો ફેરફાર હોઈ શકે છે.

ખાસ કરીને સોલર એક્ટિવિટીની બિનઅપેક્ષિત ઈન્ફ્યુએન્સને લીધે ધરતીના વાતાવરણમાં ઘનત્વને થતી અસર તથા ઉપગ્રહ દ્વારા તેને લઈ જે અનુભવ થાય છે તેને લીધે સમયને લગતો તફાવત ઉપભવી શકે છે, તેમ સ્પેસ એજન્સીએ જણાવ્યુ હતું. લાઈસ સાયન્સની માહિતી પ્રમાણે ERS-2ના અંતની તૈયારી વર્ષ 2011માં થઈ હતી કે જ્યારે ESA દ્વારા 66 રિઓર્બિટીંગ મેનોઈયુવર્સની સ્થિતિ હતી.

Satellite Crash  : વજન આશરે 52 કિલો

Satellite Crash


જ્યારે આ ઉપગ્રહ પૃથ્વી પરથી રવાના થયો ત્યારે તેનો વજન ફક્ત 5,547 પાઉન્ડ હતો, હવે ઈંધણ વગર તેનો વજન 5,057 પાઉન્ડ છે. એટલે કે આ ઉપગૃહ ધરતી પર પરત ફરશે ત્યારે તેનો વજન ફક્ત 52 કિલો જ હશે.

Satellite Crash  : ધરતી, મહાસાગરો તથા ધ્રૃવ પ્રદેશોને લગતી માહિતી એકત્રિત કરતો

Satellite Crash


આ ઉપગ્રહ તેની ટ્વિન સેટેલેટાઈટ ERS-1 સાથે ધરતી, મહાસાગરો તથા ધ્રૃવ પ્રદેશોને લગતી માહિતી એકત્રિત કરતો હતો અને વૈજ્ઞાનિકોને તે મોકલતો હતો. આ ઉપગ્રહ ધરતીકંપ અથવા ગંભીર પૂરની સ્થિતિ જેવી કુદરતી આપદાનું મોનિટરીંગ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे