ભારે ઉતાર-ચઢાવ બાદ ભારતીય શેરબજાર ફ્લેટ બંધ

0
155

સેન્સેક્સ 18 પોઈન્ટ ઉછળીને 61,982 પર બંધ, નિફ્ટી 34 પોઈન્ટ વધી 18,348 પર બંધ

૨૩ મે ૨૦૨૩, એટલે કે, મંગળવારના રોજ ભારતીય શેર બજાર ઉતાર-ચઢાવ સાથે ફ્લેટ બંધ થયું હતું. માર્કેટ ખૂલ્યુ તો તેજી સાથે હતું, પરંતુ દિવસ દરમિયાન વેચવાલીનું જોર વધતા દિવસના અંતે બજાર ફ્લેટ બંધ થયું હતું. સેન્સેક્સ 18 પોઈન્ટ ઉછળીને 61,982 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ વધી 18,348 પર અટક્યું હતું. અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં ખરીદી સારી રહી હતી. સતત ત્રીજા દિવસે અદાણીના શેર્સ વધતાં ઇન્ટ્રા ડેમાં અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 11 લાખ કરોડને પાર ગયું હતું. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર સહિતના તમામ સ્ટોક્સમાં સારી ખરીદી રહી હતી. કેપિટલ ગુડ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને રિયલ્ટીના સ્ટોક્સમાં થોડી વેચવાલી જોવા મળી હતી.