HomeAhmedabadબોર્ડર ક્રોસ કરી રહેલા લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંલગ્ન હોવાનું જણાવ્યું!

બોર્ડર ક્રોસ કરી રહેલા લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંલગ્ન હોવાનું જણાવ્યું!

કેનેડા અને મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરીનો મુદ્દો હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. તે વચ્ચે હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સંલગ્ન હોવાનું સામે આવ્યું છે. જેમાં મેક્સિકો બોર્ડર ક્રોસ કરતી વખતે યુએસ બોર્ડર પેટ્રોલિંગ દ્વારા કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલ લોકો પોતે ભારતથી આવેલ અને પોતે ગુજરાતી હોવાનું જણાવી રહ્યા છે. ત્યારબાદ તેઓ કહે છે કે, તેઓ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો છે કે જેઓ આશ્રય માંગી રહ્યા છે. આ મામલાની સત્યતાને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. આ વિડીયોને લઈને લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં વધુ તપાસ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments