हेप्पी दिवाली : દિવાળી નાસ્તાની વાનગીઓ દિવાળીના સુકા નાસ્તા

3
167
મખાના ચેવડો
મખાના ચેવડો

हेप्पी दिवाली : દિવાળી નાસ્તાની વાનગીઓ દિવાળીના સુકા નાસ્તા: દિવાળી નાસ્તાની વાનગીઓ (દિવાળીના સુકા નાસ્તા).બધા વાચકોને ખુબ જ સુખી સમૃદ્ધ અને સલામત દિવાળીની શુભકામનાઓ. આ વર્ષે દિવાળી ૧૨ નવેમ્બર ૨૦૨૩ન રોજ ઉજવવામાં આવશે. આ એક હિંદુઓ માટેનો મહત્વનો તહેવાર છે. હેલ્થ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપતિ માટે માતા લક્ષ્મીની ખુબ જ ધૂમધામ થી પૂજા-અર્ચના અને ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં ૩-૫ દિવસ ઉજવવામાં આવે છે. જયારે આપણે આપણા પ્રિયજનો સાથે સમય વિતાવીએ છીએ ત્યારે સ્વાદિષ્ટ અને એકદમ મસ્ત ચટપટા ખોરાક વિના તહેવાર અધુરો જ રહે છે. જો તમે દિવાળીના કામમાં વ્યસ્ત હોય તો આપનું કામ ઝડપી કરવા માટે દિવાળીની વાનગીઓનું મેનુનું આયોજન અમે તમારા માટે કર્યું છે. એમ તો માર્કેટમાં ડાયટ ફૂડના નામે બધું મળતું જ હોય છે પણ જે તમે ઘરે બનાવશો તો હેલ્થી પણ હશે અને વાર પણ નહિ લાગે. આજે એવી વાનગીની વાત કરીશું જે હેલ્થી પણ હોય અને ચટપટી પણ અને સ્વાદિષ્ટ પણ લાગે નાના-મોટા બધાનું મન અને પેટ ભરાય. તો ચાલો શરૂઆત કરીએ દિવાળીના સુકા નાસ્તા.

તો, આવો જાણીએ નવી-જૂની બધી ટાઈપની વાનગીઓનું લીસ્ટ: દિવાળીના સુકા નાસ્તા

૧. ચકરી : ચકરી બહુ બધા લોટની બની શકે છે. પણ આજે આપણે પાલક, રાજગરા અને જુવારના લોટની એકદમ હેલ્થી ચકરી બનાવીશું. એક કપ પાલક બારીક સમારેલી, ૪-૫ મરચાં અને એક આદુંનો ટુકડો. તેને મીક્ષીમાં ક્રશ કરીને પેસ્ટ બનાવો. દોઢ કપ રાજગરાનો અને જુવારનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ તેમાં સ્વાદપ્રમાણે મીઠું, મરચું, આખુ જીરું, ચપટી હિંગ, ૧ ચમચી તલ. તેમાં પાલકની પેસ્ટ ઉમેરીને તેને મિક્ષ કરો જોડે તેમાં ૫ ચમચી બટર અથવા તેલ નાખો જેથી તેનું બાઈન્ડીંગ અને ક્રિસ્પી પણ થાય. લોટ બાંધીને તેના મશીનમાં ચકરી શેપ ની ચકરી પાડીને એને એક દિવસ રહેવા દો. બીજા દિવસે તેને તેલમાં મસ્ત તળીને સર્વ કરો.

દિવાળીના સુકા નાસ્તા ચકરી
દિવાળીના સુકા નાસ્તા ચકરી

૨. રિબન પકોડા : રિબન પકોડા જેને રિબન મુરુક્કુ પણ કહેવાય છે. જે દક્ષિણ ભારતીય નાસ્તો છે, મધ્યમ કદના રિબન જેવા બેન્ડ કાપેલા હોય છે. ૧ કપ ચોખાનો લોટ, ચણાનો લોટ (બેસન) અને તેલ અથવા બટર એક બાઉલમાં કાઢો. સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું નાખી તેમાં જીરું હિંગ તલ કસૂરી મેથી પણ નાખી શકાય. ગરમ તેલ કે બટર કરીને બધાને લોટવાળા મિક્ષ્ચરને મિક્ષ કણક બાંધો. ચકરી ઉતારવાના મશીન માં અલગ અલગ શેપ વાળા કટર પણ મળે છે તેમાંથી પટ્ટી વાળો સાદો કે ડીઝાઇન વાળો કવર લઈને આને પણ ચકરીની જેમ રિબન ઉતારો. પછી થોડો સમય સુકાવા દઈને તેને ગરમ તેલ ડીપ ફ્રાય કરો. દિવાળીના સમયે ચાના નાસ્તામાં આ રિબન પકોડા કે રિબન મુરુક્કુ ને સર્વ કરો.

દિવાળીના સુકા નાસ્તા રિબન પકોડા
દિવાળીના સુકા નાસ્તા રિબન પકોડા

૩. બેકડ મેથી પૂરી : તળેલી પૂરી તો બધા બનાવતા હોય છે આજે આપણે કઈક અલગ કરીશું. ૧ કપ ઘઉંનો લોટ, ૧ કપ જુવારનો લોટ, સમારેલી બારીક મેથી સુકી કસૂરી મેથી પણ લઈ શકાય. ધાણાજીરું, હળદર, મરચું, મીઠું બધા મસાલા તમારા સ્વાદ પ્રમાણે નાખી કણક બાંધો ૧૦ થી ૧૫ મિનીટ બાજુમાં રહેવા દો. પછી પુરીના શેપ જેવી બનાવીને તેને એક બેકિંગ ટ્રેમાં તેલનું ગ્રીશિંગ કરીને તેના પર પુરીઓ ગોઠવો. પ્રી-હીટેડ ઓવનમાં ૧૮૦c પર ૧૮ થી ૨૦ મિનીટ માટે થવા દો. ગોલ્ડન બ્રાઉન રંગની ન થાય ત્યાં સુધી બેક કરો. (૮ મીનીટે એક વાર પૂરીની સાઈડ ફેરવવી). મેથી પૂરીને ઠંડી કરીને સર્વ કરો અથવા સ્ટોર કરો.

દિવાળીના સુકા નાસ્તા બેકડ મેથી પૂરી
દિવાળીના સુકા નાસ્તા બેકડ મેથી પૂરી

૪. રાગી બિસ્કીટ : બાળકોની ફેવરેટ વસ્તુ એટલે બિસ્કીટ. ઝડપી અને સરળ ઈંડા વગરના હેલ્થી રાગી બિસ્કીટ. ૧ કપ રાગી, અડધો કપ ઘઉંનો લોટ પ્રોટીન પણ ઉમેરવું હોય તો અડધો કપ બેસનનો લોટ પણ લઈ શકાય, ૫ ચમચી ખાંડ અથવા ગોળ, થોડું બેકિંગ પાઉડર યા તો ઈનો, ઈલાઈચીનો પાઉડર. આ બધાને સારી રીતે મિક્ષ કરો. ઘીને ગરમ કરીને આ મિક્ષ્ચર માં મિક્ષ કરીને કણક બનાવો. ગૂંથશો નહિ પણ મિશ્રણ ને સારી રીતે હલાવી ખાંડ કે ગોળને લોટ સાથે મિક્ષ થવા દો. જો જરૂર હોય તો દૂધ વડે કણક બનાવા લઈ શકાય. ૩૦ મીનીટ સુધી આ લોટને ઢાંકીને ફ્રીજમાં મૂકો. ઓવનને ૧૫ મિનીટ માટે ૧૭૦ સી પર પ્રીહીટ કરો. કણકને ૧૪ થી ૧૫ ભાગમાં કરીને નાના નાના બોલ બનાવો સહેજ સપાટ કરી કાંટા વાળી ચમચીથી પ્રિક કરો. કાજુ,બદામ અને પીસ્તાથી ગાર્નીશ કરી. ૧૨ થી ૧૪ મિનીટ બેક કરો. ઉપરથી થોડા સખ્ત અને અંદરથી થોડા નરમ એવા રાગી બિસ્કીટ રેડી છે.

દિવાળીના સુકા નાસ્તા રાગી બિસ્કીટ
દિવાળીના સુકા નાસ્તા રાગી બિસ્કીટ

૫. મખાના ચેવડો : ૧ કપ મખાના, ૧ કપ મગફળી, ૧ કપ મમરા ઘીમાં શેકી લો. લાઈટ બ્રાઉન રંગના કરી તેને ઠંડા થવા દો. પછી એ જ પેન માં કઢી લીમડો, લીલા ૨ મરચાં, થોડા કાજુ-બદામ ટુકડા, રોસ્ટેડ મૂંગ, બધાને રાઈ નાખીને વઘારો. પછી મખાના, મગફળી, મમરા ને આ મિક્ષ્ચરમાં મિક્ષ કરી સ્વાદ અનુસાર મીઠું-રોક સોલ્ટ, મરી પાઉડર નાખી મિક્ષ કરો. ઠંડુ કરી પછી સર્વ કરો ચા કે કોફી સાથે અથવા સ્ટોર કરો.

મખાના ચેવડો
મખાના ચેવડો

૬.ઓટ્સ ચીવડા : ઓટ્સને એક પેન માં રોસ્ટ કરો ૧૦ થી ૧૨ મિનીટ પછી એ જ પેન માં ૧ કપ પોહા ને શેકી લો. થોડું તેલ સાથે જીરું રાઈ નાખી સાંતળો. હિંગ અને લીલો (મીઠો) લીમડો પણ એડ કરો. ડ્રાય કોકોનટ, કાજુ-બદામ, મગફળી અથવા પમ્પકિન સીડ્સ, સન ફ્લાવર સીડ્સ, પાઈન નટ્સ, ફ્લેક્સ સીડ્સ નાખી હલાવો. પછી એડ કરો રોસ્ટેડ ઓટ્સ અને પોહા. સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, આમચૂર પાઉડર, ચાટ મસાલો, હળદર, મરચું નાખી ને મિક્ષ કરો. ઠંડુ કરીને મજા માણો હેલ્થી અને સ્વાદિષ્ટ ચીવડાની.

ઓટ્સ ચીવડા
ઓટ્સ ચીવડા

૭. જુવાર પોપ્સ : જુવાર પોપ્સ એટલે જ્વારની નાની ધાણી જે આપણા શરીર માટે સારી છે. એક પેનમાં તેલને સહેજ ગરમ થાય એટલે તેમાં મીઠું, હળદર અને મરચું પાવડર ઉમેરો. તેમાં મગફળી, લસણ અને મીઠો લીમડો ફ્રાય કરો. પછી તેમાં જુવારની ધાણીને એડ કરી ને મિક્ષ કરો ને એન્જોય કરો હેલ્થી નાસ્તો.

Screenshot 2023 11 06 at 17 45 59 જુવાર પોપ્સ Google Search
દિવાળીના સુકા નાસ્તા

ચટાકો કાર્યક્રમમાં માણો ઈટાલીયન પીઝાનો ટેસ્ટ Mayonnaise Pizza

વી આર લાઈવ પર જુઓ ચિલ્લા પુડલા પેનકેકસની રેસીપી


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

3 COMMENTS

Comments are closed.