Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને…

0
118
Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને...
Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને...

Mango Tips: કેરીના રસિયાઓ ઉનાળો આવતાની સાથે કેરી ખાવાની રાહ જોઇને બેઠા હોય છે. આ ઉનાળામાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે બજારમાં અલગ-અલગ પ્રકારની કેરીઓ જોવા મળી રહી છે. લોકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે અલગ-અલગ પ્રકારની કેરીની વેરાયટીને ખરીદવાનું પસંદ કરે છે.

Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને...
Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને…

બજારમાં કેમીકલયુકત કેરીઓનું ધૂમ વેચાણ થાય છે, પરંતુ દરેક લોકોને કુદરતી રીતે પાકેલી કેરી ખરીદવી ગમે છે. કેરી ખરીદતી વખતે દરેક લોકોના મનમાં હંમેશા આ સવાલ હોય છે કે આ કેરી કુદરતી રીતે પાકેલી છે કે તેને કેમિકલથી પકવવામાં આવી છે? કારણ કે કેમિકલથી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્યને પણ અનેક નુકસાન થાય છે.

Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને...
Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને…

અમે તમને જણાવીશું કે તમે કુદરતી પાકેલી કેરી અને કેમિકલથી પકવેલી કેરીને કેવી રીતે ઓળખી શકો છો. 

સામાન્ય રીતે કેરીને પકવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. કેરી પકવવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  (FSSAI)એ આ કેમિકલના ઉપયોગ અને વેચાણ પર 2011માં સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. 

Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને...
Mango Tips: શું તમે તો કેમિકલ વાળી કેરી નથી ખાતા ને..? કેવી રીતે ઓળખશો કેમિકલયુકત કેરીને…

Mango Tips: જાણો કેમીકલયુકત કેરી પારખવાની રીત

કેમિકલથી પકવેલી કેરીની ઉપર પીળા અને લીલા રંગના અલગ-અલગ ડાઘ દેખાય છે, જે એકબીજાથી બિલકુલ અલગ દેખાય છે, પરંતુ જે કેરી કુદરતી રીતે પાકેલી હોય છે જેમાં એક સમાન પીળો કલર દેખાય છે.

કેરીને સમારતા સમયે તેમાંથી રસ ટપકતો નથી, તો તેનો અર્થ એ કે તે રસાયણોથી પકવેલી કેરી છે. ઉપરાંત રસાયણોથી પકવેલી કેરી ખાવાથી મોંમાં બળતરા થઈ શકે છે.

Mango

કુદરતી રીતે પાકેલી કેરીને વચ્ચેથી કાપો છો તો તેના પલ્પની વચ્ચેનો અને કિનારીનો રંગ એક સમાન હોય છે. પરંતુ જે કેરી કેમિકલથી પકાવવામાં આવે છે, તેમાં રંગ ઘાટો હોય છે અને છાલનો કલર આછો હોય છે.

કેરીને પાણી ભરેલી ડોલમાં નાખીને જાણી શકાય છે કે આ કુદરતી રીતે પાકેલી કેરી છે કે કેમિકલથી પકવેલી છે. કેમિકલ વડે પકવેલી કેરી પાણીમાં નાખવાથી ઉપર તરતી રહે છે. જ્યારે કુદરતી રીતે પાકેલી કેરીને ડોલમાં નાખવામાં આવે તો તે પાણીમાં ડૂબી જાય છે.

Mango 5

કેમિકલથી પકવેલી કેરીની ઉપર સફેદ રંગના ડાઘ હોય છે, જ્યારે નેચરલ રીતે પાકેલી કેરીમાં ભૂરા ડાઘ હોય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો