Chandipura virus : રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. શરૂઆતમાં આ વાઇરસની અસર ફક્ત ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પરંતુ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવાં મોટાં શહેરોને પણ આ વાઇરસે પોતાની ઝપેટમાં લીધાં છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ચાંદીપુરા વાઇરસથી 43 બાળકે જીવ ગુમાવવા પડ્યા છે. સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ, અત્યારસુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે 118 દર્દીને પોતાની ઝપેટમાં લઈ લીધા છે, જેમાંથી 43 દર્દીને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Chandipura virus : ચાંદીપુરા વાઇરસનો સૌપ્રથમ કેસ 27 જૂને બહાર આવ્યો
Chandipura virus : હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસનો પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થતાં સામે આવ્યો હતો. ત્યાર બાદ 5 જુલાઈ 2024ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની 6 વર્ષીય બાળકીનું આ વાઇરસના કારણે મોત નીપજ્યું હતું.
9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, 17 દિવસમાં ચારનાં મોત થતાં લોકોમાં ચાંદીપુરા વાઇરસનો ખોફ દિવસે ને દિવસે વધતો ગયો હતો, જે આંકડો હવે 2 મહિનામાં વધીને 118ને પાર પહોંચી ગયો છે.
Chandipura virus : ચાંદીપુરા વાઇરસના હાલ 54 દર્દી દાખલ
Chandipura virus : ગુજરાત રાજ્યના શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના હાલ 54 દર્દી દાખલ છે અને 23 દર્દીને રજા આપવામાં આવી છે, જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનના કુલ 3 કેસમાં 2 દર્દી દાખલ છે અને 1 દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશના 2 કેસ સામે આવ્યા હતા, જેમાં બંને દર્દી હાલ હોસ્પિટલમાં દાખલ છે અને મહારાષ્ટ્રથી સામે આવેલા 1 કેસમાં હાલ દર્દી સારવાર હેઠળ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો