Pearl Kapur: આ છે ભારતના સૌથી યુવા અબજોપતિ, 27 વર્ષીય CEO પર્લ કપૂર, જાણો કેટલી છે સંપત્તિ

0
283
India’s youngest billionaire: Pearl Kapur
India’s youngest billionaire: Pearl Kapur

India’s youngest billionaire: ભારત એ સેંકડો અબજોપતિઓનું ઘર છે, જેમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓ અને ધનિકનું નામ તમે અવાર-નવાર સંભાળતા જ હશો. જો કે, બિઝનેશમાં, ઉંમર માત્ર એક આંકડો છે કારણ કે ઘણા યુવા સાહસિકો અબજ-ડોલર ક્લબમાં એન્ટ્રી લઇ રહ્યા છે.., પરંતુ શું તમે જાણો છો કે ભારતનો સૌથી યુવાન અબજોપતિ કોણ છે..?

India’s youngest billionaire
India’s youngest billionaire

India’s youngest billionaire: Pearl Kapur

Pearl Kapur: ZYBER 365 (ભારતમાં 109મો યુનિકોર્ન) ના સ્થાપક અને CEO પર્લ કપૂર 27 વર્ષની ઉંમરે ભારતના સૌથી યુવા અબજોપતિ છે.

એક રીપોર્ટના જણાવ્યા અનુસાર, ZYBER 365 — a Web3 અને AI-આધારિત OS સ્ટાર્ટ-અપ જે રિટેલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યું છે – એ ભારતીય બ્લોકચેન ટેક્નોલોજી અને સાયબર સુરક્ષિત AI ઇકોસિસ્ટમ ફર્મ છે, જેનું મુખ્ય મથક લંડન, UKમાં છે અને તેની ભારતીય શાખા અમદાવાદ, ગુજરાતમાં છે.

ZYBER 365  કંપનીને ભારત અને એશિયામાં સૌથી ઝડપી યુનિકોર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે માત્ર ત્રણ મહિનામાં માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

Pearl Kapur : અનંત અંબાણી નહિ આ છે સૌથી યુવા અબજોપતિ
Pearl Kapur : અનંત અંબાણી નહિ આ છે સૌથી યુવા અબજોપતિ

Million in funding: કંપનીમાં રોકાણ

SRAM & MRAM Group એ એક કૃષિ કંપની છે, જેને ZYBER 365 માં સંભવિતતા જોઈ અને તેના ભંડોળમાં $100 મિલિયનમાંથી 8.3% રોકાણ કર્યું. આના કારણે, સ્ટાર્ટ-અપ $1.2 બિલિયન (અંદાજે રૂ. 9965 કરોડ)ના વિશાળ વેલ્યુએશન સુધી પહોંચ્યું.

ZYBER 365 Technologies Ltd માં 90% હિસ્સો ધરાવતા પર્લ કપૂર (Pearl Kapur) ની કુલ સંપત્તિ $1.1 બિલિયન (અંદાજે રૂ. 9134 કરોડ) છે.

USD 100 મિલિયન એકત્ર કર્યા પછી, Zyber 365 ના સહ-સ્થાપક વાઘેલાએ કહ્યું, “મૂડીના આ પ્રેરણા સાથે, અમે હવે Web3, AI પ્રોડક્ટ્સ માટે અમારા ઉત્પાદનોના વિકાસને વેગ આપવા માટે સારી રીતે સજ્જ છીએ.”

Pearl Kapur

Pearl Kapur’ Education/ અભ્યાસ : MSC Investment Banking (CFA Pathway) from Queen Mary University Of London. (ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનમાંથી MSC ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ)

According  to LinkedIn page : “innovator of EVM Compatible Web3 Layer 1 Proof of Authority (PoA) sustainable chain.” The young businessman is a “staunch believer that aggregation of exponential tech like blockchain, AI, cyber security benchmarked with sustainable practices would create a solution that would empower masses and create Globalization 3.0,”  

સ્ટાર્ટઅપના સફળ ભંડોળ એકત્રીકરણ સાથે, 27 વર્ષીય સ્થાપક પર્લ કપૂરે દેશના ઉદ્યોગસાહસિક ઇતિહાસમાં ભારતના સૌથી યુવા અબજોપતિ તરીકે પોતાનું નામ રોશન કર્યું છે.

પર્લ કપૂરે મે 2023માં સની વાઘેલા, સહ-સ્થાપક અને CPO સાથે ZYBER 365 લૉન્ચ કર્યું, જે ભારતના ટોચના એથિકલ હેકર્સમાંના એક ગણાય છે. પર્લ કપૂર (Pearl Kapur) હાલમાં મોનાકો, યુરોપમાં રહે છે. ZYBER 365 નું લક્ષ્ય ભારતને તેની કામગીરી માટે કેન્દ્રીય હબ બનાવવાનું છે.

Pearl Kapur : અનંત અંબાણી નહિ આ છે સૌથી યુવા અબજોપતિ
Pearl Kapur : અનંત અંબાણી નહિ આ છે સૌથી યુવા અબજોપતિ

Pearl Kapur : Zyber 365 વિશે

  • Zyber 365 એ વેબ3 અને AI-આધારિત OS સ્ટાર્ટઅપ
  • મે 2023માં ભારતીય મૂળના  પર્લ કપૂર અને એથિકલ હેકર સની વાઘેલા (CPO) દ્વારા સ્થાપના
  • લેયર-0, લેયર-1, અને લેયર-2 બ્લોકચેન, ડેટા એનાલિટિક્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ્સ, વેબ બ્રાઉઝર્સ, નોન-ફંજીબલ ટોકનનો સમાવેશ
  • કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે અને ભારતમાં અમદાવાદ, ગુજરાતમાં કાર્યરત
  • માત્ર ત્રણ મહિનામાં $1.2 બિલિયન (આશરે રૂ. 9,840 કરોડ) નું વેલ્યુએશન
  • એશિયા અને ભારતમાં સૌથી ઝડપી યુનિકોર્ન
  • યુનિકોર્ન એ એક સ્ટાર્ટઅપ છે જેનું મૂલ્ય $1 બિલિયનથી વધુ

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने