India Weather Update: દેશમાં હવામાનના બે મિજાજ 8 રાજ્યોમાં હીટવેવ અને 44°C ગરમી, જ્યારે પહાડોમાં હિમવર્ષાનું એલર્ટ

0
118
India Weather Update
India Weather Update

India Weather Update: ભારત અત્યારે કુદરતના બે વિરોધાભાસી હવામાનનો સામનો કરી રહ્યું છે. એકતરફ મધ્ય અને દક્ષિણ ભારતમાં સૂર્યદેવ આકરા પાણીએ છે, તો બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા મેદાની વિસ્તારોમાં ગરમીનો પારો 44°C ને પાર કરી ગયો છે.

India Weather Update

India Weather Update: ગરમીનો કહેર: અકોલા અને બાંદા સૌથી ગરમ

દેશના 8 થી વધુ રાજ્યોમાં અત્યારે ભીષણ ગરમી (Heatwave) પડી રહી છે. મહારાષ્ટ્રનું અકોલા 44.2°C સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત:

  • ઉત્તર પ્રદેશ: બાંદામાં તાપમાન 44°C નોંધાયું.
  • રાજસ્થાન: બાડમેરમાં પારો 42.8°C એ પહોંચ્યો છે, અહીં રાત્રિનું તાપમાન પણ 28°C થી ઉપર રહેતા લોકો પરેશાન છે.
  • ગુજરાત-મધ્યપ્રદેશ: ગુજરાત સહિત એમપીના 16 જિલ્લાઓમાં લૂનું એલર્ટ આપવામાં આવ્યું છે.
India Weather Update

India Weather Update: શાળાઓ પર અસર

ગરમીની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે:

  • મહારાષ્ટ્રના વર્ધામાં ગરમીને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
  • મધ્યપ્રદેશના બુરહાનપુર, હરદા અને રતલામમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
India Weather Update

India Weather Update: પહાડોમાં હિમવર્ષા અને મેદાનોમાં વરસાદ

જ્યારે અડધું ભારત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે:

  • જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ: ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં કરા સાથે વરસાદની શક્યતા છે.
  • હિમાચલ પ્રદેશ: ચંબા, કાંગડા અને કુલ્લુમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
  • પંજાબ-હરિયાણા: આ રાજ્યોમાં પણ હળવા વરસાદને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.
India Weather Update

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન?

તારીખહીટવેવ (ગરમી) નું એલર્ટવરસાદ/હિમવર્ષાની શક્યતા
17 એપ્રિલએમપી, છત્તીસગઢ, ઓડિશા અને રાજસ્થાન.પંજાબ, હરિયાણા, કાશ્મીર (હિમવર્ષા), પશ્ચિમ બંગાળ.
18 એપ્રિલમહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાત (ભેજવાળી ગરમી).આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ.
India Weather Update

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

હોર્મુઝ પછી ટ્રમ્પનો નવો ટાર્ગેટ ‘મલક્કા સ્ટ્રેટ’ ઇન્ડોનેશિયા સાથેની ડિલથી ચીનનું વધશે ટેન્શન, ભારત માટે શું છે સંકેત?