અંબાલાલે 14મીએ અમદાવાદમાં ધોધમાર વરસાદની કરી આગાહી ; ભારત-પાક.ની વર્લ્ડકપ મેચ ધોવાશે ? : અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં 4 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. અત્યારે ટૂર્નામેન્ટની તમામ ટીમો પોતપોતાની વૉર્મ-અપ મેચો રમી રહી છે, અને આગામી 5મી ઓગસ્ટથી ઉદઘાટન સેરેમનીથી ટૂર્નામેન્ટની ઓફિશિયલી શરૂઆત થઇ જશે, વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદની નરેન્દ્ર મોદી સ્ડેડિયમ માં રમાશે, ત્યાર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની 14મી ઓક્ટોબરની મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાશે, પરંતુ આ બધાની વચ્ચે ક્રિકેટ રસીયાઓ માટે એક માઠા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. હવામાન નિષ્ણાત ગણાતા અંબાલાલ પટેલે ફરી એક વાર અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જાણો આ વખતે અંબાલાલ પટેલે શું કરી છે આગાહી..
ચોમાસા દરમિયાન અંબાલાલ પટેલે અનેકવાર વરસાદ પડવાની સચોટ આગહી કરી હતી, હવે તેમની વધુ એક આગાહીથી ક્રિકેટ રસીયાંઓને નિરાશ થયા છે. અંબાલાલની આ આગાહી ક્રિકેટ રસિકો માટે ચિંતાજનક સમાચાર જેવી છે કે, આ આગાહીથી ક્રિકેટ વનડે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચની મજા બગાડી શકે છે.
આગામી દિવસોમાં પાડનારા વરસાદ અને વાવાઝોડ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. 10 થી 14 દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડશે. 14મી ઓક્ટોબરના રોજ વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની યોજાવાની છે ટોની આગાહી સાચ્ચી માનીએ તો આ મેચ વરસાદમાં ધોવાઇ શકે છે.
આગાહી મુજબ 14મી ઓક્ટોબરના ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બાદમાં વરસાદ પાડવાની શક્યતા છે. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પાડવાની પૂરી શક્યતા છે. 15મી ઓકટોબરથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાશે ૩ ચક્રવાત :
7 થી 26 ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં 3 ચક્રવાત ઉદ્દભવશે. બંગાળની ખાડીમાં 7મી ઓક્ટોબર પછી ચક્રવાત સર્જાશે. બંગાળની ખાડીમાં 10 થી 14 ઓક્ટોબરમાં ભારે ચક્રવાત બની શકે છે. ત્યાર બાદ ખાડીમાં 17 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત સર્જાશે. 26મી ઓકટોબરે બંગાળના ઉપસાગરમાં ત્રીજુ ચક્રવાત ઉભુ થશે. બંગાળની ખાડીમાં ઉદ્દ્ભાવનારા આ ત્રણેય ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
ભારત-પાકિસ્તાનની મેચના કારણે અમદાવાદ એરપોર્ટ પર રેહશે ટ્રાફિક :
14 ઓક્ટોબરથી વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. આ વખતે આ વર્લ્ડકપની યજમાની ભારત કરી રહ્યું છે, આ વખતે વર્લ્ડકપ 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાવવાની છે, અને આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચ પણ મોટેરા સ્ટેડીયમ રમાવવાની છે.
વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આખો ઓક્ટોબર મહિનો અમદાવાદ માટે ખાસ રહેવાનો છે, કેમ કે વર્લ્ડ કપને કારણે ઓક્ટોબર મહિનામાં અમદાવાદ એરપોર્ટ ધમધમતુ રેહશે. ભારત-પાકિસ્તાનની મેચ પહેલા જ અમદાવાદની હૉટલો એડવાન્સ ફૂલ થઇ ગઇ છે, ત્યાર હવે એરપોર્ટની ફ્લાઇટો પણ ફૂલ થવા લાગી છે. ઓક્ટોબરમાં એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો ખડકલો જોવા મળશે ભારત-પાકિસ્તાનની મેચ માટે અમદાવાદમાં 60 ચાર્ટર્ડ ફ્લાઇટ આવશે. અમદાવાદ એરપોર્ટ પર અત્યારે 22 વિમાનનો બેઝ હોવાથી પાર્કિંગ ફૂલ થયું ગયુ છે. વર્લ્ડકપની મેચોના કારણે 100 ફ્લાઈટ લેન્ડ અને ટેકઓફ કરશે.
દેશ, દુનિયા અને અન્ય વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
વર્લ્ડ કપ મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત; ફિઝિકલ ટિકિટ નહિ હોય તો..? ‘નો એન્ટ્રી’
વર્લ્ડ કપ 2023ની મેચ જોવા જવાના છો..? તો છોડો પાર્કિંગની ચિંતા : આ રહી ખાસ સુવિધા
સરકારી કર્મચારીઓમાં આક્રોશ ચરમસીમાએ !.. ઠેર ઠેર વિરોધ
ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય
350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે