સરકારી કર્મચારીઓમાં આક્રોશ ચરમસીમાએ !.. ઠેર ઠેર વિરોધ

1
61
સરકારી કર્મચારીઓમાં આક્રોશ ચરમસીમાએ !.. ઠેર ઠેર વિરોધ
સરકારી કર્મચારીઓમાં આક્રોશ ચરમસીમાએ !.. ઠેર ઠેર વિરોધ

રાજ્યભરમાં સરકારી કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સંગઠનો પોતાની પડતર માંગણીઓને પૂરી ન થતા અને વિધાનસભા ચૂંટણી પહેલા સરકારના કરેલા વાયદાઓ પૂર્ણ ન થતા સરકારી કર્મચારીઓ આકરાપાણીએ છે. દરેક જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના , શિક્ષકોની કાયમી ભરતી અને ફીક્ષ પગાર ધોરણને લઈને આક્રોશ હોય કે વિદ્યા સહાયકોની માંગણીઓ તમામ સરકારી કર્મચારીઓ હવે અન્ડોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક સરકાર તરફથી પરિપત્ર આવતા સરકારી કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. આ પરિપત્ર મુજબ સરકારી કર્મચારીના કામની મૂલવણીના આધારે નોકરીની નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરવા અંગેના સરકારના પરિપત્રનો ગુજરાત રાજ્ય કર્મચારી મહામન્ડલે ભારે વિરોધ નોંધાવ્યો છે.રાજ્ય સરકારે હવેથી સરકારી કર્મચારીઓ ને 50 કે 55 વર્ષે નિવૃત કરી શકાશે તેવો પરિપત્ર કર્યો છે..આ અંગે મીડિયા સાથે વાત કરતા કર્મચારી મહા મંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે જે પરિપત્ર કર્યો તે મુજબ જે તે કર્મચારી ને તેના ઉપરી અધિકારીએ લખેલ 10 વર્ષના સી આર ના આધારે તેનો નિવૃત્તિ નો સમય ગાળો નક્કી કરવાનું પરીપત્ર માં જોગવાઇ કરવામાં આવી છે ..જેનો કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે..કેમ કે આ નીતિ માં સરકારી કર્મચારી ને વ્હાલા દવલા અને કિંનાખોરી નો ભોગ બનવું પડે તેવી પુરી શકયતા છે તેવું રાજ્ય કર્મચારી મહામંડળ માને છે અને જે અંગે આજે વિરોધ નોંધાવ્યો હતો

જૂની પેન્શન યોજનાની માંગ સહિતના પડતર પ્રશ્નો

જૂની પેન્શન યોજનાની માંગ સહિતના પડતર પ્રશ્નો મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ દ્વારા આંદોલનના મંડાણ કરાયા છે. વિધાનસભાની ચૂંટણી વખતે શરૂ થયેલા આંદોલનો વખતે રાજ્ય સરકારે સરકારી શિક્ષકોની કેટલીક માંગણીઓ મંજૂર કરી હતી… જોકે આજ દિન સુધી રાજ્ય સરકારે મંજુર કરેલી માંગણીઓ અંગે કોઈપણ ઠરાવ બહાર પાડ્યા ન હતા …ત્યારે હવે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે ફરી એકવાર શિક્ષકોના હિતમાં આજે લડતના મંડાણ શરૂ કર્યા છે… હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવીને જૂની પેન્શન યોજના સહિતની માંગોને લઈને આજથી અવનવા કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે.

ફિક્સ પગાર નાબૂદી માટે સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ

ફિક્સ પગાર નાબૂદી ને લઈ કર્મચારીઓ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો.ગાંધી આશ્રમ ખાતે કર્મચારીઓ દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને આવેદન આપવામાં આવ્યું અને વિરોધ નોંધાવ્યો હતો.વર્ગ 3 ના કર્મચારીઓ ફિક્સ પગાર નાબૂદ કરવાની માંગ સાથે સરકારને પણ વિનંતી કરવામાં આવી કે ફિક્સ પગાર નાબૂદ કરવો જોઈએ. સમાન કામ સમાન વેતન લાગુ કરવામાં આવે સાથેજ ફિક્સ પગાર પોલિસી સરકારે નાબૂદ કરવી જોઈએ.ગાંધીજીના રામ રાજ્યના સપનાને સરકાર સાકાર કરવાનો આજે સરકાર પાસે મોકો છે માટે આ પોલિસી રદ કરવી જોઈએ અને કર્મચારીઓના હિતમાં સરકાર પગલાં લે તેવી આશા અપેક્ષા કર્મચારીઓ રાખી રહ્યા છે.

કાયમી ભરતી માટે ABVPનું વિરોધ પ્રદર્શન

ટેટ ટાટ નાં વિદ્યાર્થી ને કાયમી ભરતી માટે Abvp નું વિરોધ પ્રદર્શન અમદાવાદમાં યોજાયું જેમાં

કલેકટર કચેરી ખાતે abvp નાં કાર્યકર્તાઓ પહોંચ્યા હતા .સરકારને સદબુદ્ધિ આવે તે  માટે abvp ના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી હતી. પોલીસતંત્ર હજાર હોવા છતાં abvp કાર્યકર્તા દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો.  જ્ઞાન સહાયક યોજના બંધ કરવા પર  abvp નું વિરોધ પ્રદર્શન યોજાયું.

1 COMMENT

Comments are closed.