India Enters T20 World Cup Final:ભારત સતત બીજીવાર ફાઈનલમાં, ઇંગ્લેન્ડ સામે 7 રને રોમાંચક જીત; હવે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે મહાજંગ

0
109
India Enters T20 World Cup Final
India Enters T20 World Cup Final

India Enters T20 World Cup Final:ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડને ૭ રને હરાવીને ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ૨૦૦૭, ૨૦૧૪ અને ૨૦૨૪ બાદ હવે ૨૦૨૬માં પણ ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.સંજુ સેમસનની 89 રનની આક્રમક ઇનિંગ અને બોલરોની શાનદાર રમતથી ભારતનો વિજય | જેકબ બેથલની તોફાની સદી એળે ગઈ, રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ.

India Enters T20 World Cup Final: સંજુ સેમસનનો સપાટો: ભારતનો રેકોર્ડબ્રેક સ્કોર

India Enters T20 World Cup Final

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૫૩ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

  • સંજુ સેમસન: ૮૯ રનની શાનદાર ઇનિંગ રમીને જીતનો પાયો નાખ્યો.
  • શિવમ દુબે: ૪૩ રનનું મહત્વનું યોગદાન આપ્યું.
  • અન્ય સ્કોર: ઈશાન કિશન (૩૯), હાર્દિક પંડ્યા (૨૭) અને તિલક વર્માએ (૨૧) રન બનાવ્યા.

નોંધનીય છે કે, ૨૫૩ રન એ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો ટોટલ છે.

India Enters T20 World Cup Final: જેકબ બેથલની સદી છતાં ઈંગ્લેન્ડની હાર

India Enters T20 World Cup Final

૨૫૪ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે અંત સુધી લડત આપી હતી. ઇંગ્લેન્ડના જેકબ બેથલે માત્ર ૪૮ બોલમાં ૧૦૫ રનની તોફાની સદી ફટકારીને ભારતીય ખેમામાં ફાળ ફેલાવી દીધી હતી. જોકે, ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં સંયમ જાળવી રાખતા ઇંગ્લેન્ડ ૨૦ ઓવરમાં ૭ વિકેટ પર ૨૪૬ રન જ બનાવી શક્યું હતું.

 ફાઈનલ ફિક્સ: ભારત vs ન્યૂઝીલેન્ડ

India Enters T20 World Cup Final

હવે રવિવારે, ૮ માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ખરાખરીનો જંગ જામશે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ અમદાવાદ પહોંચી ગઈ છે અને હવે ભારત પણ વિજયી લય સાથે ત્યાં પહોંચશે.

આ પણ વાંચો :ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદમાં, ITC નર્મદામાં પાઘડી પહેરાવી ‘કીવી’ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત