INDIA Alliance Meet : દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનની મહારેલી, મોદી સરકારને વિપક્ષે લીધી આડેહાથ  

0
45
INDIA Alliance Meet
INDIA Alliance Meet

INDIA Alliance Meet : દિલ્હીના રામલીલા મેદાનમાં 28 રાજકીય પક્ષોએ શક્તિપ્રદર્શન કરતાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં 20000થી વધુ લોકોની ભીડ ઉમટી છે. આ રેલીમાં સૌથી ખાસ આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે હાજરી આપી છે. કોંગ્રેસે કહ્યું કે ‘લોકતંત્ર બચાવ રેલી’ નો હેતુ કોઈ વ્યક્તિને બચાવવાનો નથી, પરંતુ બંધારણ અને લોકશાહીને બચાવવાનો છે. રેલીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, શિવસેના પ્રમુખ (યુબીટી) ઉદ્ધવ ઠાકરે, સપા સુપ્રીમો અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, ડાબેરી નેતા સીતારામ યેચુરી અને શરદ પવાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

INDIA Alliance Meet : દિલ્હીના જે શાસક બેઠા છે તે લાંબો સમય રહેવાના નથી : અખિલેશ યાદવ

INDIA Alliance Meet : દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ઈન્ડિયા એલાયન્સની રેલીમાં અખિલેશ યાદવે પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘રામલીલા મેદાન એ એક ઐતિહાસિક મેદાન છે જ્યાં આપણે બધા એકસાથે ઉભા છીએ. આ મેદાન પરથી જાહેરાત થવા જઈ રહી છે કે દિલ્હીમાં જે શાસક બેઠા છે તે લાંબો સમય રહેવાના નથી. અખિલેશે વધુમાં 400ને પાર કરવાના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે જો તમે 400 પાર થઈ રહ્યા હતા તો પછી તમને આમ આદમી પાર્ટીના નેતાથી કેમ ચિંતા છે?. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના લોકો સ્વાગત કરે છે તો સમય આવે છે ત્યારે તેઓ ધામધૂમથી વિદાય પણ કરે છે. દેશની જનતા જ નહીં દુનિયા ભાજપ પર થૂ-થૂ કરી રહી છે.

INDIA Alliance Meet  : માણસને માણસ સામે લડાવાઈ રહ્યા છે : અબ્દુલા

જમ્મુ-કાશ્મીરથી રેલી જોડાયેલા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે માણસને માણસ સામે લડાવાઈ રહ્યા છે. હિંદુઓ અલગ, મુસ્લિમ અલગ, શીખ અલગ અને ખ્રિસ્તીઓ અલગ. આજે બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. ચીફ જસ્ટિસને પણ ધમકી આપવામાં આવી રહી છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે તમે બટન દબાવશો ત્યારે તાળાબંધી કરાયેલા તમામ નેતાઓ બહાર આવી જશે. જો તમે આ સરકારને હરાવી દેશો તો તમારું એટલે કે પ્રજાનું શાસન સ્થાપિત થઈ જશે.

INDIA Alliance Meet  : તુમ તો ધોખેબાજ હો  : તેજસ્વી યાદવ 

આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ I.N.D.I.A. ગઠબંધનની રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું, “દિલ્હીની ભીડ કહી રહી છે કે મોદી જે રીતે આવ્યા હતા એ જ વાવાઝોડાની જેમ જતા રહેશે. પીએમ મોદી પર પ્રહાર કરતા તેજસ્વી યાદવે કહ્યું, પીએમ મોદીની રેલી ચીનના સામાન જેવી છે. જ્યારે  રાષ્ટ્રપતિ અડવાણીને ભારત રત્ન આપી રહ્યા હતા ત્યારે મોદી તેમના માનમાં ઊભા પણ ન થયા.  આ લોકો નાગપુરિયા કાયદો લાગુ કરવા માંગે છે. તેજસ્વી યાદવે તે ગીત સાથે પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા કે તુમ તો ધોખેબાજ હો, વાદા કર કે ભૂલ જાતે હો. 

INDIA Alliance Meet : કેજરીવાલ એક સિંહ છે : સુનીતા 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, “મોદીજીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા, શું તેમણે આ કામ યોગ્ય કર્યું? દિલ્હીવાસીઓને સંબોધતા તેમણે કહ્યું કે એ લોકો કેજરીવાલને વધુ સમય સુધી જેલમાં રાખી શકશે નહીં. કેજરીવાલ સિંહ છે. તે કરોડો લોકોના મનમાં વસે છે. ક્યારેક એવું લાગે છે કે કેજરીવાલ સ્વતંત્રતા સેનાની હતા જે દેશ માટે લડતા લડતા શહીદ થયા હતા. દરમિયાન સુનીતા કેજરીવાલે તેમના પતિ સીએમ અરવિંદ કેજરીવાલનો સંદેશ પણ વાંચ્યો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો