Katchatheevu : શું ખરેખર ઇન્દિરા ગાંધીએ ભારતનો ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો ? શું છે ટાપુનો ઈતિહાસ ?

0
94
Katchatheevu
Katchatheevu

Katchatheevu : લોકસભાની ચૂંટણીમાં પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુથી નજીક આવેલા કચ્ચાથીવુ ટાપુ(Katchatheevu Island) અંગેનો વર્ષો જુનો મુદ્દો ઉખેડી કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે X પર કચ્ચાથીવુ ટાપુને શ્રીલંકાને આપી દેવાના તત્કાલિન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નિર્ણયની ટાંકીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

Katchatheevu

કચ્ચાથીવૂ દ્વિપનો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો છે. આ દ્વીપ હિન્દ મહાસાગરમાં દક્ષિણ ભારત અને શ્રીલંકા વચ્ચે સ્થિત છે. અહી મોટા ભાગે જ્વાળામુખી વિસ્ફોટ થતા રહે છે, આ કારણે ત્યાં કોઈ રહેતું નથી. આઝાદી અગાઉ કચ્ચાથીવૂ દ્વીપ ભારતને આધીન હતો અને શ્રીલંકા તેના પર પોતાનો દાવો ઠોકતો રહેતું હતું. વર્ષ 1974માં ઇન્દિરા ગાંધીએ એક સમજૂતી હેઠળ આ દ્વિપને શ્રીલંકા સોંપી દીધો હતો. આ વાતનો ખુલાસો RTIના માધ્યમથી થયો છે. આ ખુલાસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે.

Katchatheevu  : ટાપુ મામલે હાલની સ્થિતિ શું છે ?

Katchatheevu

Katchatheevu  : કચ્ચાથીવુ ટાપુ ભારત અને શ્રીલંકા વચ્ચેની પાલ્કની ખાડીમાં આવેલો 285 એકરનો એક નિર્જન ટાપુ છે. તેની મહતમ લંબાઇ 1.6 કિમી અને 300 મીટર પહોળો છે. તે ભારતના રામેશ્વરમના ઉત્તરપૂર્વમાં આવેલો છે, જે ભારતીય દરિયાકાંઠાથી લગભગ 33 કિમી દૂર છે. તે શ્રીલંકાના ઉત્તરીય છેડે જાફનાથી લગભગ 62 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે.

 ટાપુ પરનું એકમાત્ર બાંધકામ 20મી સદીની શરૂઆતનું કેથોલિક સેન્ટ એન્થોનીનું ચર્ચ છે, એના સિવાય ટાપુ નિર્જન છે. વાર્ષિક તહેવાર દરમિયાન, ભારત અને શ્રીલંકા બંનેના ખ્રિસ્તી પાદરીઓ અને ભક્તો ચર્ચની મુલાકાત લે છે. 2023 માં, 2,500 ભારતીયોએ તહેવાર દરમિયાન રામેશ્વરમથી કચ્ચાથીવુની યાત્રા કરી હતી. ટાપુ પર પીવાના પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાથી કાયમી વસવાટ માટે યોગ્ય નથી.

Katchatheevu  : શું છે ટાપુનો ઈતિહાસ ?

Katchatheevu

Katchatheevu : ટાપુના ઈતિહાસની વાત કરીએ તો 14મી સદી દરમિયાન જ્વાળામુખી વિસ્ફોટને કારણે દરિયામાં આ ટાપુનિર્માણ થયું હતું. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળામાં, તે શ્રીલંકાના જાફના સામ્રાજ્ય હેઠળ હતો. 17મી સદીમાં આ ટાપુ રામનાથપુરમ સ્થિત રામનાદ જમીનદારીના નિયંત્રણ આવ્યો. ત્યાર બાદ ટાપુ બ્રિટિશ રાજ દરમિયાન મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ બન્યો. પરંતુ વર્ષ 1921 માં ભારત અને શ્રીલંકા બંનેની બ્રિટિશ વસાહતોએ, માછીમારીની સીમાઓ નક્કી કરવા માટે કચ્ચાથીવુ પર દાવો કર્યો હતો. આ વિવાદ 1974 સુધી ઉકેલાયો ન હતો.

Katchatheevu  : શું છે મામલાની સચ્ચાઈ ?

Katchatheevu  : એક અખબારી આહેવાલ મુજબ પૂર્વ વડા પ્રધાન નહેરુએ લખ્યું હતું કે, હું આ નાનકડા ટાપુને બિલકુલ મહત્વ આપતો નથી અને તેના પરના ભારતના દાવાઓ છોડવામાં મને કોઈ સંકોચ નથી. આ મુદ્દો અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ રહે અને સંસદમાં ફરીથી ઉઠાવવામાં આવે તે મને પસંદ નથી.

1974માં ઈન્દિરા ગાંધીએ ભારત અને શ્રીલંકા વચ્ચેની દરિયાઈ સરહદ વિવાદ હલ કરવાના પ્રયાસના ભાગ રૂપે આ ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો. ‘ભારત-શ્રીલંકા મેરીટાઇમ એગ્રીમેન્ટ’ તરીકે ઓળખાતી સંધીના ભાગ રૂપે, ઇન્દિરા ગાંધીએ કચ્ચાથીવુને શ્રીલંકાને સોંપ્યો હતો. તે સમયે, ઇન્દિરા ગાંધીએ મત રજુ કર્યો કે કે ટાપુનું વ્યૂહાત્મક મૂલ્ય ઓછું છે અને ટાપુ પર ભારતનો દાવો જતો કરવાથી શ્રીલંકા સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.

Katchatheevu

એ સમયે કરવામાં આવેલા કરાર મુજબ, ભારતીય માછીમારોને કચ્ચાથીવુ સુધી માછીમારી કરવાની છૂટ હતી. કમનસીબે, માછીમારીના અધિકારોનો મુદ્દો કરાર બાદ પણ ઉકેલાયો ન હતો. શ્રીલંકા દાવો કર્યો કે ભારતીય માછીમારોને કચ્ચાથીવુ પર “આરામ કરવાનો, જાળ સૂકવવાનો અને વિઝા વિના કેથોલિક ચર્ચની મુલાકાત” લેવાનો જ અધિકાર રહેશે.

ભારતમાં કટોકટીના સમયગાળા દરમિયાન 1976 માં અન્ય એક કરાર કરવામાં આવ્યો, માછીમારીના અધિકારોના સંદર્ભમાં અનિશ્ચિતતા જ રહી. આજ સુધી, શ્રીલંકાનું નૌકાદળ નિયમિતપણે ભારતીય માછીમારોની ધરપકડ કરે છે અને કસ્ટડીમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે અને ઘણા માછીમારો મૃત્યુ પામે છે. દર વખતે આવી ઘટના બને ત્યારે કચ્ચાથીવુ પરત મેળવવાની માંગ ઉઠે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો