HomeSportsIND vs ENG: ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો સચિનનો રેકોર્ડ; ડેબ્યૂ કેપ...

IND vs ENG: ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો સચિનનો રેકોર્ડ; ડેબ્યૂ કેપ મળતા જ આંખમાં આંસુ, ઇંગ્લેન્ડના કેપ્ટને જૂતાની દોરી બાંધી જીત્યું દિલ

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-૨૦ મેચ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે. બિહારના માત્ર ૧૫ વર્ષ અને ૯૯ દિવસની ઉંમરના વૈભવ સૂર્યવંશીએ ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ તે ભારત વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવે આ મામલે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને મહિલા ક્રિકેટર શેફાલી વર્માનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

જોકે, વૈભવની આ ઐતિહાસિક મેચ ભારત માટે જીત સાથે યાદગાર બની શકી નહીં. રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડે ૪ વિકેટ ગુમાવીને ૧૯૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો, જે ટી-૨૦ ક્રિકેટમાં ભારત સામે ઇંગ્લેન્ડનો અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ છે.

IND vs ENG

IND vs ENG: ડેબ્યૂ કેપ મળતા જ વૈભવ રડી પડ્યો, ટીમે તાળીઓથી વધાવ્યો

માન્ચેસ્ટરના મેદાન પર મેચ શરૂ થતા પહેલા ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને ભારતીય કેપ (Debut Cap) એનાયત કરી હતી. આ ગૌરવશાળી ક્ષણે વૈભવ પોતાના આંસુ રોકી શક્યો નહોતો અને ભાવુક થઈને રડી પડ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર, અભિષેક શર્મા, ઈશાન કિશન અને અર્શદીપ સિંહ સહિતના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે જોરદાર તાળીઓ પાડીને તેની પીઠ થપથપાવી પ્રોત્સાહિત કર્યો હતો.

IND vs ENG

IND vs ENG: ખેલદિલી: ઈંગ્લેન્ડના કેપ્ટને વૈભવના જૂતાની દોરી બાંધી આપી

મેચની શરૂઆતમાં જ મેદાન પર એક અદભુત ક્ષણ જોવા મળી, જેણે કરોડો ક્રિકેટ રસિકોના દિલ જીતી લીધા. બેટિંગ દરમિયાન વૈભવના જૂતાની દોરી ખુલી ગઈ હતી. આ જોઈને ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી બ્રુક પોતે આગળ આવ્યો અને ઘૂંટણિયે બેસીને ૧૫ વર્ષના ભારતીય યુવા ખેલાડીના જૂતાની દોરી બાંધી આપી ખેલદિલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

IND vs ENG

IND vs ENG: મેચની રોમાંચક પળો અને નોંધાયેલા રેકોર્ડ્સ

  • જોફ્રા આર્ચરની બોલ પર સિક્સર: વૈભવે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરના માત્ર ત્રીજા જ બોલ પર ધમાકેદાર સિક્સર ફટકારી. ઇંગ્લેન્ડના ઘાતક બોલર જોફ્રા આર્ચર સામે ઘૂંટણિયે બેસીને વૈભવે વિકેટકીપરના માથા ઉપરથી બોલને બાઉન્ડ્રી લાઇન બહાર મોકલી દીધો હતો. જોકે, તે મોટી ઇનિંગ રમી શક્યો નહીં અને વિલ જેક્સના બોલ પર જોસ બટલર દ્વારા સ્ટમ્પ આઉટ થયો. આ સાથે તે ટી-૨૦ ડેબ્યૂ પર સ્ટમ્પ આઉટ થનાર પ્રથમ ભારતીય બન્યો.
  • સચિન-શેફાલીનો રેકોર્ડ તૂટ્યો: શેફાલી વર્માએ ૧૫ વર્ષ ૨૩૯ દિવસ અને સચિન તેંડુલકરે ૧૬ વર્ષ ૨૦૫ દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, જે રેકોર્ડ વૈભવે (૧૫ વર્ષ ૯૯ દિવસ) તોડ્યો છે. વૈભવ હવે પાકિસ્તાનના હસન રઝા (૧૪ વર્ષ ૨૨૭ દિવસ) પછી વિશ્વનો બીજો સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો છે.
  • પહેલા જ બોલે વિકેટ: ભારત તરફથી બોલિંગની શરૂઆત કરતા અર્શદીપ સિંહે ઇનિંગ્સના પ્રથમ જ બોલ પર ઇંગ્લેન્ડના તોફાની ઓપનર ફિલ સોલ્ટને શૂન્ય રને આઉટ કરીને ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
  • રવિ બિશ્નોઈની મોંઘી ઓવર: સ્પિનર રવિ બિશ્નોઈ માટે આ મેચ ભુલાવવા જેવી રહી. તેમણે ઇનિંગ્સની ૧૭મી ઓવરમાં ૨ સાઇડ લાઇન નો-બોલ સહિત કુલ ૨૯ રન લુટાવ્યા હતા, જેમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન બેથેલે ૩ સિક્સર ફટકારી હતી. બિશ્નોઈએ સમગ્ર મેચમાં ૩ વાર સાઇડ લાઇન નો-બોલ ફેંક્યા હતા.
IND vs ENG

IND vs ENG: ટોસના સમયે શ્રેયસની કેપ હવામાં ઉડી

મેચની શરૂઆતમાં માન્ચેસ્ટરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે સિક્કો હવામાં ઉછાળ્યો અને ભારતીય કપ્તાન શ્રેયસ ઐયરે કોલ કર્યો, ત્યારે ભારે પવનના કારણે શ્રેયસની માથા પરની કેપ હવામાં ઉડીને પાછળ પડી ગઈ હતી, જેના કારણે મેદાન પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

IND vs ENG

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ, દેશભરમાં ભવ્ય ઉજવણી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સામ્યવાદ પર આકરા પ્રહારો સાથે ઐતિહાસિક સંબોધન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments