IND vs ENG : ત્રીજા દિવસે જ અંગ્રેજોને ધૂળ ચટાડી, 4-1 થી ભારતનો સીરીઝ પર કબજો  

0
111
IND vs ENG
IND vs ENG

IND vs ENG  : રોહિત એન્ડ  કંપનીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટ જીતી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 477 રન પર સમાપ્ત થયો હતો અને તેણે 259 રનની લીડ મેળવી હતી. આ પછી બીજા દાવમાં ઈંગ્લેન્ડની ટીમ 195 રનમાં સમેટાઈ ગઈ અને મેચ હારી ગઈ હતી.

IND vs ENG  : ભારતે પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક દાવ અને 64 રને હરાવ્યું છે. ધર્મશાલામાં રમાયેલી આ મેચ માત્ર ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી.  ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 477 રન પર સમાપ્ત થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાને 259 રનની લીડ મળી ગઈ છે. ઈંગ્લેન્ડનો બીજો દાવ 195 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો અને ભારતનો એક દાવ અને 64 રનથી વિજય થયો હતો.

IND vs ENG   : આજે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની આખી ટીમ પડી ભાંગી હતી. રવિચંદ્રન અશ્વિને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહને 2 સફળતા મળી. જ્યારે કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજા પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની શ્રેણી 4-1થી જીતી લીધી છે. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે પ્રથમ દાવમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય રોહિત શર્મા અને શુભમન ગીલે સદીની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા પહેલા જ ટેસ્ટમાં હારી ગઈ હતી, પરંતુ તે પછી રોહિત એન્ડ કંપનીએ જબરદસ્ત વાપસી કરી અને બાકીની ચાર મેચ જીતી લીધી.

IND vs ENG   : ભારતીય ટીમે 112 વર્ષ બાદ આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે

IND vs ENG   : ભારતીય ટીમે ટેસ્ટમાં 0-1થી પાછળ રહ્યા બાદ પુનરાગમન કરીને 7મી વખત શ્રેણી જીતી છે. ભારતીય ટીમે ધર્મશાલામાં આ મેચ જીતતાની સાથે જ 112 વર્ષ બાદ ટેસ્ટ ઈતિહાસમાં એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચ હારવાનો અને પછીની તમામ 4 મેચ જીતવાનો છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 3 વખત આવું બન્યું છે. પ્રથમ 1897-98 દરમિયાન થયું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ બીજી વખત પણ આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું. તેઓએ એશિઝ શ્રેણી 1901/02માં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું. ભારતે 17 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.