Research: કોરોનાવાયરસ ચાર વર્ષથી વધુ સમયથી એક મુખ્ય આરોગ્ય જોખમ છે. ચેપ દરમિયાન ઘણા લોકોમાં ગંભીર રોગોનું જોખમ જોવા મળ્યું હતું, એટલું જ નહીં, આરોગ્ય નિષ્ણાતો ચેપમાંથી સાજા થયેલા લોકોમાં કોવિડ પછીના જોખમો વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરના અભ્યાસમાં સંશોધકોની ટીમે એક મોટો ખુલાસો કર્યો છે.
Research: કોરોના સંશોધન મામલે ચોંકાવનારા ખુલાસા
કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રીસર્ચમાં શોધયું છે કે કોઈ વ્યક્તિ પ્રથમ વખત કોરોનાથી સંક્રમિત થયા પછી, વાયરસના અવશેષો લોહી અને પેશીઓમાં એક વર્ષથી વધુ સમય સુધી રહી શકે છે. કોવિડના લાંબા જોખમો પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું કે કોરોનાવાયરસ એન્ટિજેન્સ ચેપ પછી 14 મહિના સુધી લોહીમાં અને બે વર્ષથી વધુ સમય સુધી પેશીઓના નમૂનાઓમાં મળી આવ્યા હતા.
સંશોધકોએ કહ્યું, કદાચ આ એક કારણ હોઈ શકે છે જેના કારણે લોકો વારંવાર કોરોનાથી સંક્રમિત જોવા મળી રહ્યા છે. કોરોનાના જોખમને લઈને દરેક વ્યક્તિએ સાવધાન રહેવાની જરૂર છે.
શરીરમાં ઘર કરી રહ્યા છે કોરના વાયરસ
સ્કૂલ ઑફ મેડિસિન ખાતે ચેપી રોગોના સંશોધક માઈકલ પેલુસો કહે છે કે, આ અભ્યાસ અત્યાર સુધીના સૌથી મોટો અને મજબૂત પુરાવા પૂરા પાડે છે કે, કેટલાક લોકોમાં કોવિડ-19 એન્ટિજેન્સ લાંબા સમય સુધી ટકી શકે છે, પછી ભલે આપણને એમ લાગે કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે.
લાંબા સમય સુધી કોવિડનું કારણ શું હોઈ શકે છે તે સમજવા માટે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે, જેમાં ચેપમાંથી સાજા થયા પછી પણ મહિનાઓ કે વર્ષો સુધી રોગના લક્ષણો ચાલુ રહે છે.
લોંગ કોવિડને કારણે સૌથી સામાન્ય લક્ષણોમાં ભારે થાક, શ્વાસ લેવામાં તકલીફ, ગંધ ન આવવી અને સ્નાયુઓમાં દુખાવો છે. પરંતુ કેટલાક લોકોમાં તે હૃદય, ફેફસા અને મગજને લગતી સમસ્યાઓ પણ વધારી શકે છે.
Post-Covid Risks: રિસર્ચમાં શું સામે આવ્યું..?
રીસર્ચ ટીમે આ અભ્યાસ માટે 171 સંક્રમિત લોકોના લોહીના નમૂનાની તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે કોવિડ-19 “સ્પાઇક” પ્રોટીન કેટલાક લોકોમાં ચેપના 14 મહિના સુધી હાજર હતું. એન્ટિજેન્સ એવા લોકોમાં વધુ જોવા મળ્યા કે જેમને ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અથવા એવા લોકોમાં જેમના કોરોના લક્ષણો ખૂબ ગંભીર હતા. એટલું જ નહીં, ચેપના બે વર્ષ પછી પણ શરીરના પેશીઓમાં વાયરસના RNA માં જોવા મળ્યા છે.
આખરે શરીરમાંથી વાયરસ કેવી રીતે દૂર કરી શકાય?
Research અનુસાર, કોરોનાના વાયરલ ટુકડાઓ જોડાયેલી પેશીઓમાં મળી આવ્યા હતા જ્યાં રોગપ્રતિકારક કોષો સ્થિત છે. આ એ પણ દર્શાવે છે કે આ ટુકડાઓ રોગપ્રતિકારક તંત્ર પર હુમલો કરે છે. આ સંશોધન બાદ, ટીમ એ જાણવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે કે શું મોનોક્લોનલ એન્ટિબોડીઝ અથવા એન્ટિવાયરલ દવાઓ શરીરમાં સતત રહેતા વાયરસને દૂર કરી શકે છે.
અત્રે ઉલ્લખનીય છે કે, કોરોના વાયરસ શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, લોંગ કોવિડ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ચેપમાંથી સ્વસ્થ થયેલા લોકોમાં મગજ સંબંધિત ગંભીર સમસ્યાઓ વિશે ચેતવણી આપવામાં આવી છે. નિષ્ણાતોની ટીમે જણાવ્યું કે કોવિડ-19માંથી સાજા થયેલા લોકોમાં એક વર્ષ પછી IQ લેવલમાં ઓછામાં ઓછો 3 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો