ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ સામે આવી રહ્યા છે. મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 283 કેસ સામે આવ્યા છે. તંત્ર એલર્ટ બન્યું છે. કોરોનાના કેસો વધતા એક્ટિવ કોસમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાના 880 એક્ટિવ કેસ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોના એક્ટિવ કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં થલતેજ વોર્ડ, બોડકદેવ વોર્ડ,જોધપુર વોર્ડ, નવરંગપુરા વોર્ડ, પાલડી વોર્ડમાં કેસો વધારે છે. રોજના એક હજાર દર્દીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.. એક્ટિવ કેસો પૈકી 30 જેટલા દર્દીઓ સ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.કોરોનાના કેસોની સાથે અમદાવાદમાં એપ્રિલ મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.જેમાં ઝાળા ઊલટી ના 164 કેસ, ટાઈફોઈડના 139 કેસ અને કમળાના 40 કેસ નોંધાયા નોંધાયા છે.