ગાંધીનગર એસટી ડેપો ખાતે આવનાર ચોરીના બનાવો બનતા હોય છે. ત્યારે હમણાં જ બે દિવસ પહેલા એક મુસાફરનો ચાલીસ હજારનો મોબાઇલની ચોરી થઈ હતી. જેની ફરિયાદ સેક્ટર સાત પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ સમગ્ર ચોરીના કિસ્સાઓને ધ્યાન રાખીને ગાંધીનગર શહેર વસાહત મહા સંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ ડેપો મેનેજર સહિત ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીને લેખિતમાં જાણ કરી છે. અને એસટી ડેપો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને એક ચોકીની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી માંગણી કરી છે અને ગાંધીનગર ડેપો મેનેજરને પણ આ બાબતે મળીને રજૂઆત કરવામાં આવી છે….