કર્ણાટકમાં મતદાન પહેલા JDSને મોટો ફટકો, આ MLA BJPમાં જોડાયા

0
276

કર્ણાટક ચૂંટણી માટે તમામ પાર્ટીઓ જોર જોરથી તૈયારી કરી રહી છે.આની વચ્ચે પક્ષ પલટાનું રાજકારણ શરૂ થયું છે. જેડીએસના ધારાસભ્ય એટી રામાસ્વામી શનિવારે  કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને દુષ્યંત ગૌતમની હાજરીમાં ભાજપમાં જોડાયા હતાં . એટી રામાસ્વામીનું ભાજપમાં સ્વાગત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે તેમણે ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું. એટી રામાસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની સોદાબાજી વિના ભાજપમાં જોડાયા છે. જે કામ આપવામાં આવશે તે હું કરીશ. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે