દિલ્હી યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

0
79

દિલ્હી યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.યુનિવર્સિટિએ ઉર્દુના પ્રખ્યાત કવિ અલ્લામાં ઈકબાલના ચેપ્ટરને અભ્યાસક્રમમાંથી દુર કરવાનો નિર્ણય લીધો છે. ડીયુ એકેડેમીક કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટિના અધિકારીએ આ  અંગે જણાવ્યું હતું કે આ ચેપ્ટર દુર કરવાની માહિતી એક્ઝીક્યુટિવ કાન્સિલને આપવામાં આવશે.એક્ઝીક્યુટિવ કાન્સિલની બેઠક મળવાની છે.જેમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે અલ્લમા ઈકબાલે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા લખ્યું છે.