હું મરી જઈશ, પરંતુ દેશના ભાગલા નહીં થવા દઉં : સીએમ મમતા બેનર્જી

0
465

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે શાબ્દિક પ્રહારો કર્યા છે. સીએમ બેનર્જીએ કોલકત્તામાં ઇદની નમાઝ માટે એકત્રિત થયેલા લોકોને સંબોધન કરતા ફરી હૂંકાર ભરતા કહ્યું છે કે, “હું મારો જીવ આપી દઈશ, પરંતુ દેશના ભાગલા તો નહીં જ થવા દઉં. અમે પશ્ચિમ બંગાળમાં શાંતિ ઈચ્છીએ છીએ. અમે લોકો નથી ઈચ્છતા કે કોઇપણ પ્રકારની હિંસા થાય. અમે લોકો નથી ઈચ્છતા કે દેશના ભાગલા પડે.”