નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા કરતી હોસ્પિટલ ની હવે ખેર નથી- આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

0
43
આરોગ્ય હોસ્પિટલ
આરોગ્ય હોસ્પિટલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં યોજના સંલગ્ન વિવિધ એજન્ડા સંદર્ભે વિગતવાર ચર્ચા અને સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. યોજના અંતર્ગત રાજ્યમાં થતી પ્રવર્તમાન કામગીરી, એમ્પેનલ હોસ્પિટલ ની સ્થિતી, ભાવી આયોજન સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઇ હતી. PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યની એમ્પેનલ હોસ્પિટલ માં ગેરરીતીના કિસ્સા ધ્યાને આવતા સત્વરે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.સાથે આવી હોસ્પિટલ જે નાગરિકોના આરોગ્ય સાથે રમત રમશે તેમની સામે કાર્યવાહી કરવાની ચિમકી અપાઇ છે

વેરીફિકેશન માટેની સિસ્ટમ વધુ સ્ટ્રોંગ કરાશે

 રાજ્યના કોઇપણ નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો અને હોસ્પિટલની ગેરરીતીને કોઇપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં તેમ પણ મંત્રીઋષિકેશ પટેલે કહ્યું હતુ. PMJAY-મા યોજના અંતર્ગત થતાં દાવાઓનુ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન અને  વેરીફિકેશન માટેની સિસ્ટમ વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવશે. જેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.11 મી જુલાઇથી PMJAY-મા યોજના અંતર્ગત 5  લાખના વીમા કવચની રકમ 10 લાખ થઇ રહી છે. તે સંદર્ભે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. 

પ્રોજેક્શન અને મેપીંગ તૈયાર કરાયો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સમયાંતરે આરોગ્યવિભાગના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે આરોગ્યલક્ષી મુદ્દે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આજે મંત્રીએ ગઈકાલે પણ સમીક્ષા બેઠક યોજીને વિભાગની કામગીરી , પડતર પ્રશ્નો , ભાવી આયોજન સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.આ બેઠકમાં રાજ્યની સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કૉલેજમાં UG,PG,CPSની પ્રવર્તમાન બેઠકોની સમીક્ષા કરીને પ્રોજેક્શન અને મેપીંગ તૈયાર કરવામાં આવ્યું હતુ. તબીબો માટેની ઇન્સેન્ટીવ પોલીસીની પણ આ બેઠકમાં વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. 

રાજ્યમાં કુપોષણને ડામવા બનાવાશે યોજના

આરોગ્ય મંત્રીએ આ બેઠક સંદર્ભે વધુમાં કહ્યું કે, રાજ્યમાં કુપોષણને ડામવા અને તેનું પ્રમાણ ઘટાડવા માટે તાજેતરમાં ચિંતન શિબીરમાં પણ મંથન કરવામાં આવ્યું હતુ. જેનો રોડમેપ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન બાળમૃત્યુ દર ન્યુનતમ કરવા માટે રાજ્યમાં SNCU(special new born care units)ની સંખ્યા વધારીને સારસંભાળને વધું ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કુપોષણ માટે સરકારે ભુતકાળમાં ખાસ અભિયાન ચલાવ્યુ હતું


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.