HomeGujaratHorrific Double Murder in Surat: સુરતમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા ચા પીવા ગયેલા બે...

Horrific Double Murder in Surat: સુરતમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા ચા પીવા ગયેલા બે પાકા મિત્રોનું ડબલ મર્ડર, 10-15 શખ્સોનો હિચકારો હુમલો

Horrific Double Murder in Surat: ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વધુ એક સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સિંગણપોર વિસ્તારમાં માત્ર નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બે આશાસ્પદ યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Horrific Double Murder in Surat: ઘટના શું હતી?

Horrific Double Murder in Surat

શનિવાર-રવિવારની મોડી રાત્રે (6 જૂન) આશરે 1:30 વાગ્યાની આસપાસ લિંબાયતનો હર્ષલ પાટીલ (30) અને વેડ રોડનો ભટ્ટુ માળી (25) તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ડભોલી ગામ નજીક બજરંગનગર પાસે ચા પીવા ગયા હતા.

ત્યાં ચાની કિટલી પર અજાણ્યા યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે સામે પક્ષેથી 10થી 15 અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ હર્ષલને પીઠના ભાગે અને ભટ્ટુને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોએ દમ તોડી દીધો હતો.

Horrific Double Murder in Surat: પરિવારો પર આભ તૂટ્યું: ઘરના મુખ્ય આધારસ્તંભ છીનવાયા

Horrific Double Murder in Surat
  • માતા-પિતાનો એકનો એક દીકરો ખોવાયો: મૃતક હર્ષલ પાટીલ તેના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. તે પિતા સાથે ડ્રાઇવિંગના વ્યવસાયમાં જોડાઈને ઓનલાઇન પાર્સલના ટેમ્પો ચલાવી પરિવારને આર્થિક મદદ કરતો હતો.
  • પરિવારનો સૌથી નાનો લાડકો દીકરો છીનવાયો: બીજી તરફ જીવ ગુમાવનાર ભટ્ટુ માળી પરિવારમાં સૌથી નાનો અને લાડકો હતો. જુવાનજોધ દીકરાઓના મોતના સમાચારથી સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

Horrific Double Murder in Surat: પોલીસની તપાસ તેજ

Horrific Double Murder in Surat

મધરાત્રે બનેલી આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને પકડવા માટે ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો માત્ર ક્ષણિક ગુસ્સામાં થયો હતો કે તેની પાછળ કોઈ જૂની અદાવત હતી, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં કાળજું કંપાવનારી દુર્ઘટના, ETP પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેંક સાફ કરવા ઉતરેલા ૪ સફાઇ કર્મીઓના ઝેરી ગેસથી કરુણ મોત; સેફ્ટીના અભાવની આશંકા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments