Home State Gujarat Ahmedabad Monsoon Horror: કોમનવેલ્થના યજમાન અમદાવાદના અંડરબ્રિજમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી!...

Ahmedabad Monsoon Horror: કોમનવેલ્થના યજમાન અમદાવાદના અંડરબ્રિજમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી! ચોમાસામાં 25 અંડરબ્રિજ જોખમી; મ્યુ. કમિશનર ચેતવણી આપી છટક્યાં

0
85
Ahmedabad Monsoon Horror
Ahmedabad Monsoon Horror

Ahmedabad Monsoon Horror: એક તરફ અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા વૈશ્વિક આયોજનોના યજમાન બનવા માટે દાવેદારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની લાચારી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરીજનોને એક ચેતવણી આપવામાં આવી છે કે, આગામી ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા તમામ 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને જો કોઈ નાગરિક ત્યાંથી પસાર થતાં અકસ્માતનો ભોગ બનશે કે ડૂબશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મનપાની નહીં પરંતુ નાગરિકની પોતાની રહેશે. મ્યુનિસિપલ કમિશનરે આ સત્તાવાર જાહેરાત કરીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે.

Ahmedabad Monsoon Horror

Ahmedabad Monsoon Horror: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આપેલી જાહેરાત.

1 ઇંચથી વધુ વરસાદમાં જ સ્માર્ટ સિટી પાણીમાં ગરકાવ થશે ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદના તમામ 25 જેટલા અંડરબ્રિજોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે. મનપા તંત્ર દ્વારા વાહનચાલકોને અગાઉથી જ કડક ચેતવણી આપી દેવાઈ છે કે પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવું અત્યંત જોખમી છે. જો કોઈ વાહનચાલક જોખમ ખેડીને અંદર જશે, તો તેની કોઈ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં. તંત્રની આ નીતિ સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વેરો વસૂલતું તંત્ર સુવિધા આપવાના બદલે મોતના કૂવા સમાન બનેલા અંડરબ્રિજની જવાબદારી નાગરિકો પર ઢોળી રહ્યું છે.

Ahmedabad Monsoon Horror

પાણી નિકાલમાં કલાકો લાગશે, લાંબા વૈકલ્પિક રૂટોને કારણે ટ્રાફિકજામની આફત સામાન્ય રીતે અંડરબ્રિજમાં પાણી ભરાયા બાદ તંત્ર તેને તાત્કાલિક બંધ કરવામાં અને પાણીના નિકાલ માટે પંપ ગોઠવવામાં આવે છે. ઘણી વખત વાહનો ફસાઈ ગયા બાદ જ બ્રિજ બંધ કરવામાં આવે છે. વધુમાં, અંડરબ્રિજોમાં ભરાયેલા પાણીનો નિકાલ થતાં 2 કલાકથી વધુનો સમય લાગી જાય છે. આ સ્થિતિમાં વાહનચાલકોએ ઓવરબ્રિજ જેવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. પરંતુ આ વૈકલ્પિક રૂટો ખૂબ જ લાંબા હોવાના કારણે અને વરસાદી માહોલમાં હજારો વાહનો એકસાથે ત્યાં ડાયવર્ટ થતાં આખા શહેરમાં ટ્રાફિકજામની ભયાવહ સ્થિતિ સર્જાશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા ચા પીવા ગયેલા બે પાકા મિત્રોનું ડબલ મર્ડર, 10-15 શખ્સોનો હિચકારો હુમલો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે