Home State Gujarat Godhra Infrastructure Failure: ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ, ચોમાસું માથે છતાં...

Godhra Infrastructure Failure: ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ, ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્માતની ભીતિ!

0
109
Godhra Infrastructure Failure
Godhra Infrastructure Failure

Godhra Infrastructure Failure: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં તંત્ર દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. શહેરમાં વિકાસ કાર્યોના નામે શરૂ કરાયેલા અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો અત્યારે સ્થાનિક રહીશો માટે આશીર્વાદના બદલે આફત બની ગયા છે. ચોમાસું હવે બિલકુલ નજીક છે અને શાળાઓ પણ શરૂ થવાને આરે છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારીને કારણે નાગરિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

Godhra Infrastructure Failure

Godhra Infrastructure Failure: ખરાબ રસ્તાઓ અને ખુલ્લી ગટરો બની આફત

ગોધરાના અનેક રહેણાંક અને મુખ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓ ખોદીને એમ જ રઝળતા છોડી દેવામાં આવ્યા છે. વેકેશન પૂર્ણ થવા આવ્યું છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની તૈયારીમાં છે, તેવામાં આ ખોદાયેલા રસ્તાઓ અને ખુલ્લી ગટરોને કારણે શાળાએ જતા નાના બાળકો અને વાલીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.

તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. જો આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પણ પડશે, તો આ ખોદાયેલા રસ્તાઓમાં પાણી ભરાઈ જશે અને આખો વિસ્તાર કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ જશે. તેનાથી મચ્છરોનો ઉપદ્રવ તો વધશે જ, પણ સાથે-સાથે વાહનચાલકો સ્લિપ થવાના કારણે મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ પણ પ્રબળ બની છે.

Godhra Infrastructure Failure: ‘તંત્ર લાચાર, જનતા લાચાર’: લોકોએ પોતાના ખર્ચે રસ્તા સમકક્ષ કરવા પડ્યા

તંત્રની ધીમી અને આયોજન વગરની કામગીરીથી કંટાળીને હવે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આ કેવો વિકાસ છે જેમાં લોકોને સુવિધાના બદલે માત્ર મુશ્કેલીઓ જ મળી રહી છે?

સ્થાનિક રહીશોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આખરે અમારે અમારા રોજિંદા આવાગમન માટે પોતાના જ ખર્ચે પથ્થરો કે માટી નાખીને કામચલાઉ રસ્તા કરવા પડી રહ્યા છે. જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું, તે હજુ પણ અધૂરું લટકી રહ્યું છે.”

Godhra Infrastructure Failure: ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવા ઉગ્ર માંગ

ગોધરાના નાગરિકો અને વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા તંત્ર સમક્ષ હવે આરપારની માંગ કરવામાં આવી રહી છે. ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં યુદ્ધના ધોરણે તમામ અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ન જાય કે કોઈ મોટી જાનહાની થતી અટકાવી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

કોમનવેલ્થના યજમાન અમદાવાદના અંડરબ્રિજમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી! ચોમાસામાં 25 અંડરબ્રિજ જોખમી; મ્યુ. કમિશનર ચેતવણી આપી છટક્યાં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે