HEAVY RAIN : રાજ્યમાં ચોમાસું ધમાકેદાર ચાલી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે વધુ એક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, રાજ્યમાં આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
HEAVY RAIN : હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે (4 ઓગસ્ટ) ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આજે છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છુટા-છવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે.
HEAVY RAIN : ઉત્તરના ભાગમાં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે
આજે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરના ભાગમાં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. આ સાથે જ અત્યંત ભારે વરસાદ પણ આજના દિવસમાં વરસી શકે છે.
HEAVY RAIN : અનેક જિલ્લમાં રેડ એલર્ટ જાહેર
આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત દક્ષિણમાં ઓફ શોર ટ્રકને કારણે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો