અમદાવાદમાં ધોધમાર વરસાદ

0
109

અમદાવાદીઓની રવિવારની મજા બગડી

અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ હતું ત્યાર બાદ સાંજે અને આઠ વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અમદાવાદીઓની રવિવારની મજા બગડી હતી. ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે

અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો કમોસમી વરસાદથી પાયમાલ થઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ખાણી પીણી બજારમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ પાણી પાણી થયા હતા. અમદાવાદીઓની ભીડ દાળવડા અને ભજીયા તરફ આકર્ષિત થઇ હતી.

અહી ઉલ્લેખનીય છેકે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ હવામાન ખાતાની આગાહી પ્રમાણે દરેક જીલ્લામાં વરસી રહ્યો છે સાથે જ ખેતરોના ઉ ભા પાકને ભારે નુકશાન થયી રહ્યું છે .

રાજ્ય સરકાર પણ આગામી દિવસોમાં ખેડૂતોને વળતર મળે તેની જાહેરાત કરવા જઈ રહી છે ત્યારે જગતનો તાત મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યો છે કે હવે તો ખમૈયા કરો વરુણ દેવ…

વધુ સમાચાર જોવા જોતા રહો VR live અને સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ