
ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ અરવિંદ સાવંતનો મોટો દાવો
ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી હતી : સાવંત
શરદ પવાર રીક્ષાવાળાના હાથ નીચે કામ કરવા તૈયાર નહોતા : સાવંત
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે NCP સુપ્રીમો શરદ પવારને લઈને મોટો દાવો કર્યો છે, જેના કારણે ફરી એક વખત મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સાવંતે કહ્યું છે કે, “મહાવિકાસ અઘાડીની રચના વખતે ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ આ પ્રસ્તાવને શરદ પવારે ફગાવી દીધો હતો. કારણ કે, તે સમયે પવારે કહ્યું હતું કે, તેમના સિવાય અહીં અનેક દિગ્ગજ નેતાઓ છે. શું તે લોકો એક રિક્ષાવાળાના હાથ નીચે કામ કરવા તૈયાર થશે? શરદ પવારની મનાઈ છતાં ઉદ્ધવ ઠાકરેએ શિંદેને સીએમ બનાવવાની ભલામણ કરી હતી, પરંતુ શરદ પવારે વાંધો ઊઠાવ્યો હતો.” આમ સાંસદ સાવંતે આડકતરી રીતે શિવસેનાને તોડવાનો આરોપ શરદ પવાર પર લગાવ્યો છે.