પથરી ના દુઃખાવાથી લોકો ખુબજ હેરાન થાય છે.. પથરીનો દુઃખાવો આશય હોય છે..
પથરી એટલે શું થાય ?
કેલ્શિયમ ઓક્ષલટના કણો એકબીજા સાથે ભેગા થઇને લાંબા સમયે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે જેને પથરી કહેવામાં આવે છે.
પથરી થવાના કારણો શું છે ?
- ઓછું પાણી પીવું
- વારસાગત પથરીની તકલીફ હોવી
- વધુ પ્રોટીન વાળો ખોરાક લેવાથી
- પોટેશિયમનું પ્રમાણ ઓછું હોવાથી
- ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી
- વારંવાર મૂત્રમાર્ગે ચેપ લાગવો
કોને વધુ પ્રમાણમાં થાય છે આ તકલીફ ?
સ્ત્રીઓ કરતા પુરુષોમાં પથરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કિડનીમાં થતી પથરી અંગે વાત કરીએ તો કુલ કેસોમાં 75 ટકા કેસો પુરુષોના છે. ત્યારે મૂત્રાશયમાં થતી પથરી અંગે આપને જણાવીએ તો 95 ટકા દર્દીઓ પુરુષ છે. 30થી 40 વર્ષનું વય દરમિયાન પુરુષોમાં પથરીનું પ્રમાણ વધુ જોવા મળે છે.
પથરીના લક્ષણો શું છે ?
- મિત્રો, સૌ પ્રથમ તો આપને એ જણાવી દઈએ કે પથરી શરીરના ક્યાં અંગમાં થઇ છે કેટલી સાઈઝની થઈ છે તેના લક્ષણો તે પર આધારિત છે..
- પીઠમાં સતત દુઃખાવો થવો
- પેટમાં સતત દુઃખાવો રહેવો
- વારંવાર ઉલટી થવી
- લાલ પશાબ થવો
- પેશાબ કરતા સમયે દુઃખાવો થવો
- પેશાબ બંધ થઇ જવો
- પેશાબમાં બળતરા થવી
વિષયલક્ષી વધુ માહિતી મેળવવા માટે નિહાળો અમારો વિશેષ કાર્યર્કમ ફેમિલી ડોક્ટર
કિડનીમાં શું કોઈ પ્રકારનું નુકસાન થઇ શકે છે ?
હા, પથરીની સિદ્ધી અસર કિડની પર થાય છે. જો યોગ્ય ઈલાજ ન કરવામાં આવે તો પથરીના કારણે ઘણી તકલીફ થઇ શકે છે. પેશાબ પણ રોકી શકે છે જે આપડા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.