આયુર્વેદમાં ત્રિફળા એક પ્રકારનો આયુર્વેદિક પાવડર છે અને આયુર્વેદમાં તેનો શ્રેષ્ઠ ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. ત્રણ પ્રકારની ઔષધિઓ મિક્સ કરીને તૈયાર કરેલ ત્રિફળાનું નિયમિત સેવન કરવું જોઈએ. તમે થોડા દિવસોમાં ફરક જોઈ શકશો. આયુર્વેદમાં નિષ્ણાતોના મતે યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા ત્રિફળા પાવડર અથવા ચૂર્ણને પાણી સાથે ગળવું જોઈએ. સૂકા આદુના પાવડરના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે જે અથાણાં અથવા શાકભાજીનો સ્વાદ વધારે છે. આયુર્વેદમાં તેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂકા આદુના પાવડરને હળદર સાથે ખાવાથી યુરિક એસિડની સમસ્યા ઓછી થાય છે. આ માટે રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડી હળદર અને સૂકા આદુનો પાવડર મિક્સ કરીને પીવો વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ. આપણા આયુર્વેદ શાસ્ત્રમાં મારી મસાલા અને શાકભાજી જ સ્વસ્થ માટે મહત્વની દવા છે તે કહેવામાં આવ્યું છે .
તે પ્રમાણે આયુર્વેદમાં કહ્યું છેકે અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું જોઈએ ચોક્કસ રાહત મળશે. તે ઉપરાંત કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે. આયુર્વેદાચાર્યના કહેવા પ્રમાણે ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે. ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.
તેમજ મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે. જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે. દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.
ચાલો જાણીએ કેટલાક આપણે જાતે જ કરી શકીએ તેવી મહત્વની ટિપ્સ
તાળી વગાડો, રોગ ભગાડો
પગના તળિયે ઘસો અને ચહેરાને ચમકદાર બનાવો
હથેળીઓ ઘસો, ઊર્જા જગાડો સ્વસ્થ રહો.
નખ ઘસો, વૃદ્ધાવસ્થા સામે લડો
ખુલ્લેઆમ હસો, શરીરની સુસ્તી દૂર કરો
દરરોજ સવારે ચાલો, આખો દિવસ ઉર્જાવાન રહો 10 મિનિટ દોડો,
રોગને દુર ભગાડો દરરોજ ડાંસ કરો, રોગોને તમારી પાસે આવવાનો ચાન્સ નહિ મળે સંગીત સાંભળો અને મન પ્રફુલિત થશે
ખાસ નોંધ–આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.