Hardik Pandya : હાર્દિક પંડ્યા એ તો હદ્દ કરી, રોહિત બાદ હવે બોલિંગ કોચ મલીંગાનું કર્યું હળહળતું અપમાન  

0
213
Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya : હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી સતત ચર્ચામાં રહે છે. અગાઉ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે તેની તનાતનીનો મુદ્દો ચર્ચામાં રહ્યો અને હવે બોલિંગ કોચ લસિથ મલિંગા સાથેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પરથી લાગી રહ્યું છે મુંબઈની ટીમ કંઇક રંધાઈ રહ્યુ છે, જે મુંબઈની ટીમ અને ipl માટે સારું નથી દેખાઈ રહ્યું.

Hardik Pandya

Hardik Pandya :  આઈપીએલની આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની સતત ચર્ચાઓ થઈ રહી છે. ચાહકોથી લઈને પૂર્વ ક્રિકેટર સુધી પંડ્યાની કેપ્ટનશીપ પર ચર્ચાઓ થઈ રહી છે.  રોહિત શર્માને દુર કરી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે. તેની કેપ્ટનશીપમાં મુંબઈનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નથી. અત્યાર સુધી રમાયેલી બંન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની હાર માટે હાર્દિકની ખરાબ કેપ્ટનશીપને દોષી માનવામાં આવી રહી છે. તેમના ચાહકો પણ તેના કેપ્ટનશીપ બનવા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ હાર્દિક પંડ્યાનો કાંઈ અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. રોહિત શર્મા સાથે ખરાબ વર્તન કર્યું હતુ.જે રોહિતના ચાહકોને પસંદ આવ્યું ન હતુ.

Hardik Pandya

Hardik Pandya :  મુંબઈ ઈન્ડિયન્સમાં જ્યારથી રોહિત શર્માના સ્થાને હાર્દિક પાંડ્યને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારથી મુંબઈના ફેન્સ ખુશ નથી.હાર્દિક પાંડ્યાને ફેન્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાની સાથે ગ્રાઉન્ડ પર પણ બૂ કરી રહ્યા છે. હાર્દિકના રોહિત અને બુમરાહ સાથે સંબંધોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ ઈન્ડિયન્સમાં બધું બરાબર નથી. ત્યારે હવે હાર્દિક પંડ્યા અને MIના બોલિંગ કોચ મલિંગાનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

Hardik Pandya :  બોલિંગ કોચ લસિથ મલિંગાએ ખુરશી છોડી

મુંબઈ ઈન્ડિયન્સે હાલમાં જ સનરાઈઝ હૈદરાબાદ વિરુદ્ધ મેચ રમી હતી. આ હાઈસ્કોરિંગ મેચમાં મુંબઈની ભૂંડી હાર થઈ હતી. મેચનો એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં લસિથ મલિંગ હાર્દિક પંડ્યા માટે ખુરશી છોડતો જોવા મળે છે. ફેન્સે આ વીડિયો વાયરલ થયા બાદ એમઆઈના કેપ્ટનને ખુબ ટ્રોલ કર્યો હતો. હવે આ બંનેનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Hardik Pandya :  હાર્દિકે મલીંગાને માર્યો ધક્કો

 હૈદરાબાદ સામે મુંબઈને મળેલી હાર બાદ હાર્દિક પંડ્યાનો બીજો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, હાર્દિક લસિથ મલિંગાને ધક્કો મારે છે અને ગળે મળવાથી ઈનકાર કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફરી ચર્ચા થઈ રહી છે કે, શું મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન અને બોલિંગ કોચ વચ્ચે બધું બરાબર નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો