HomeDeshદેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી, દિલ્હી-બંગાળ-બિહારમાં સઘન સુરક્ષા

દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી, દિલ્હી-બંગાળ-બિહારમાં સઘન સુરક્ષા

દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ભાવિક ભક્તો હનુમાનજીના મંદિરમાં પહોંચી રહ્યા છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે રામ નવમી પર થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યોમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.બંગાળ, બિહાર તેમજ દિલ્હીનો સમાવેશ થાય છે, જ્યાં ગયા વર્ષે જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. હાલના દિવસોમાં બંગાળના હુગલીમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પોલીસે આ વિસ્તારના વાતાવરણની સમીક્ષા કરવા માટે પોલીસે ફલેગ માર્ચ હાથ ધરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments