HomeDeshભાજપના ધારાસભ્યનું તાજમહેલ અંગે વિવાદાસ્પદ નિવેદન

ભાજપના ધારાસભ્યનું તાજમહેલ અંગે વિવાદાસ્પદ નિવેદન

ભારતીય જનતા પાર્ટીના આસામના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ તાજ મહેલ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે તાજમહેલ પ્રેમનું પ્રતિક નથી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજ મહેલને તાત્કાલિક તોડી પાડવા વિનંતી કરુંછું. ભાજપના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ માત્ર તાજમહેલ જ નહીં પરંતુ કુતુબમિનારને પણ તોડી પાડવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ અંગે તપાસ થવી જોઈએ કે શું મુગલ બાદશાહ શાહજહાં તેમની પત્ની મુમતાઝને ખરેખર પ્રેમ કરતા હતા? રૂપજ્યોતિ કુર્મીએ સવાલ ઉઠાવ્યો કે, જો તેઓ મુમતાઝને પ્રેમ કરતા હતા તો મુમતાઝના મૃત્યુ પછી તેમણે વધુ ત્રણ લગ્ન કેમ કર્યા?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments