HomeDeshલોનધારકો માટે રાહતના સમાચાર, રેપો રેટનો દર 6.5% પર યથાવત

લોનધારકો માટે રાહતના સમાચાર, રેપો રેટનો દર 6.5% પર યથાવત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટીની પ્રથમ બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ યોજી હતી .જેમાં જાણકારી આપી હતીકે  RBIની મોનેટરી પોલિસી કમિટીએ આ વખતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ ફરીથી રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. જોકે, કેન્દ્રીય બેંકે આવું કર્યું નથી.  આરબીઆઈની આ જાહેરાતના કારણે ભારતીય બજારમાં તેજી જોવા મળી હતી.લોનની ઈએમઆઈ ચુકવતા લોકો માટે આ રાહતના સમાચાર છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments