Home Desh “19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરશો નહીં…” : ખાલિસ્તાની આતંકવાદીએ આપી ધમકી

“19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરશો નહીં…” : ખાલિસ્તાની આતંકવાદીએ આપી ધમકી

0
571
Khalistani Terrorist Gurpatwant Singh Pannu
Khalistani Terrorist Gurpatwant Singh Pannu

Gurpatwant Singh threatened not to board the Air India flight : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે 19 નવેમ્બરના રોજ એર ઈન્ડિયા (Air India) દ્વારા મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને ધમકી આપતો જોવા મળે છે અને કહે છે કે તે દિવસે તેમના “જીવ જોખમમાં હશે”.

પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું કે,

“અમે શીખ લોકોને 19 નવેમ્બરે Air India (એર ઈન્ડિયા)  દ્વારા ઉડાન ન ભરવા માટે કહી રહ્યા છીએ. તે દિવસે વૈશ્વિક નાકાબંધી હશે. 19 નવેમ્બરે, Air India દ્વારા મુસાફરી કરશો નહીં, નહીં તો તમારો જીવ જોખમમાં હશે.”

પન્નુને વધુમાં દાવો કર્યો હતો કે, દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI)  એરપોર્ટ (#AI182) 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ પણ બદલવામાં આવશે.

ખાલિસ્તાની (#Khalistan) આતંકવાદીએ હાઈલાઈટ કર્યું કે, આ એ જ દિવસે છે કે જે દિવસે ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે.

10 ઓક્ટોબરના રોજ પન્નુ, જે યુએસ સ્થિત પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનના વડા છે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાંથી કઈક શીખવાની ધમકી આપી હતી, નહીં તો ભારતમાં પણ આવી જ ‘પ્રતિક્રિયા’ બહાર આવશે.

તેણે અગાઉના વીડિયોમાં આ સંદેશ આપ્યો હતો કે, “પંજાબથી પેલેસ્ટાઇન સુધીના ગેરકાયદેસર કબજા હેઠળના લોકો હવે પ્રતિક્રિયા આપશે. અને હિંસા જ હિંસાને પેદા કરે છે.”

અમૃતસરમાં જન્મેલા પન્નુ (#Pannu) 2019 થી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના રડારમાં છે, તેના પર આતંકવાદી કૃત્યો અને પ્રવૃત્તિઓની હિમાયત કરવા, તેને ચલાવવામાં મદદ, ધાકધમકીની વ્યૂહરચના દ્વારા પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં ભય અને આતંક ફેલાવવામાં પ્રાથમિક ભૂમિકા ભજવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

3 ફેબ્રુઆરી, 2021ના રોજ સ્પેશિયલ NIA કોર્ટ દ્વારા પન્નુ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષે 29 નવેમ્બરે તેને “ઘોષિત અપરાધી” (PO) જાહેર કરવામાં આવ્યો હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે