શનિ પુષ્ય નક્ષત્રનો યોગ પર કરો શનિ પનોતી દૂર

1
104
શનિ પુષ્ય નક્ષત્રનો યોગ પર કરો શનિ પનોતી દૂર
શનિ પુષ્ય નક્ષત્રનો યોગ પર કરો શનિ પનોતી દૂર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને રિઝવવા કઠિન છે પરંતુ વર્ષમાં અમુક દિવસ એવા છે કે શનિ દેવ સરળતાથી રીઝી જાય  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  આવો જ દિવસ શનિ પુષ્ય નક્ષત્રનો ગણી શકાય  કેમ કે પુષ્ય નક્ષત્ર જેના સ્વામી શનિ છે અને જે શનિવારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે અનોખો સિદ્ધિયોગ પણ બને છે .માટે  શનિદેવની જ્યારે પીડા કે સમસ્યા હોય ત્યારે કે જ્યારે આપણને પનોતી નડતી હોય ત્યારે ઉપાય તરીકે કહેવાય છે કે શનિદેવના નક્ષત્રોમાં શનિ ઉપાસના કરાય તો તે શીગ્ર ફળ આપે છે આ દિવસે શનિની ઉપાસના કે ઉપાય સંકલ્પ કરી અને કરાય તો શનિ પીડા કે પનોતીનું  નિવારણ થાય છે.જયોતિષ શાસ્ત્ર મુજબ શનિ દેવ શનિવારના અધિપતિ છે તેમ કુંભરાશીના પણ સ્વામી છે અને સાથે પુષ્ય નક્ષત્રના પણ સ્વામી છે.  તેથી જે લોકોને શનિની કોઇપણ સમસ્યા હોય કે જે રાશિમાં શનિની પનોતી  હોય  કે શનિને કારણે લગ્ન વિલંબ , નોકરી ધંધામાં રૂકાવટ નુકશાની દગો ફટકો લડાઈ ઝગડા કોર્ટ કચેરી,શારિરીક માનસિક પીડા થતી હોય તેણે શાસ્ત્રના મત પ્રમાણે જ્યોતીષ વિદ્વાનો દ્વારા  આવા   શનિ પુષ્ય નક્ષત્ર જેવા અનોખા સિદ્ધિ યોગના  દિવસો શોધી ઊપાયો કરાવાનું જણાવવામાં આવે છે અને જે ઘણું કારગત નિવડે છે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ વધુમાં જણાવે છે કે તેજ રીતે આજે  નિવારણની કામનાથી આ મુજબના ઉપાય કરાય તો આ શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગના બળે સહસ્ત્ર ઘણું મળે છે શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે . માટે આજે સંકલ્પ કરી ઉપવાસ રાખો અને નીચેના પૈકીના ઉપાય કરો અવશ્ય શનિ પીડા કે પનોતીનો નિવારણ થશે.

આ દિવસે  શનિ બીજ મંત્ર જાપ કરો.

ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ

શનિ દોષ કે પનોતીનું નિવારણ  થાય તે માટે સંકલ્પ કરી  ત્રણ  કરો  ત્યારબાદ રોજ એક માળા કરી ૨૩૦૦૦ શનિ મંત્ર જાપ પૂરા  કરો  આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે.

આ દિવસે હનુમાનજી શનિદેવના દર્શન કરવા જવું તેલ સિંદૂર અર્પણ કરો , ગરીબોને યથા શક્તિ દાન કરવું, ઘરડા અને વૃદ્ધ લોકોનું સન્માન કરો મદદ કરો આશીર્વાદ લો આ ઉપરાંત ગરીબ ,કામદાર અથવા નોકરો અને અપંગ ને હંમેશા પૂરતું વળતર આપો ખુશ રાખો.

આજે શનિ પુષ્ય નક્ષત્ર યોગ છે

શનિ શાંતિ માટે દાન કરો

શનિને લગતી વસ્તુઓનું દાન માં  આપવી જોઈએ

દાનમાં આપવાની  ચીજો- અડદ , લોખંડ ના વાસણો, તેલ, કાળા  સફેદ તલ,, કાળો કાબળો કાળું કાપડ કે પોતાના જૂના વસ્ત્રો નું દાન ગરીબ જરૂરિયાતમંદ લોકોને કરો .


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.