AkshayaTritiya Gold Price :  અખાત્રીજે જ ઘટ્યા સોનાના ભાવ, આજે સોનું ખરીદવું ખુબ જ શુભ, જાણો 10 શહેરોમાં આજના સોનાના ભાવ ?  

0
72
AkshayaTritiya Gold Price
AkshayaTritiya Gold Price

AkshayaTritiya Gold Price : વૈશાખ માસની સુદ પક્ષની તૃતીયા તિથિએ અખાત્રીજનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયા 10 મે, શુક્રવારે એટલે કે આજે  છે. આ દિવસે ભગવાન કુબેર, માતા લક્ષ્મી, ગાય માતા વગેરેની પૂજા કરવાની સાથે સોનું, ચાંદી વગેરે ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ વર્ષની અક્ષય તૃતીયા ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે અનેક રાજયોગો પણ રચાઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશ રાજયોગની રચના થઈ રહી છે. આવી સ્થિતિમાં સોનું ખરીદવું ઘણું શુભ માનવામાં આવે છે. 

AkshayaTritiya Gold Price

આજે દેશમાં અક્ષય તૃતીયાના શુભ અવસરે ફરી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આજે 22 કેરેટ સોનાની કિંમત ₹66,140 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,150 પ્રતિ 10 ગ્રામ છે.

AkshayaTritiya Gold Price

AkshayaTritiya Gold Price :  આજે 10 મેના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ

 શહેર  22 કેરેટ સોનાની કિંમત 24 કેરેટ સોનાની કિંમત
અમદાવાદ ₹66,190 પ્રતિ 10 ગ્રામ ₹72,200 પ્રતિ 10 ગ્રામ
સુરત ₹66,190 પ્રતિ 10 ગ્રામ ₹72,200 પ્રતિ 10 ગ્રામ
વડોદરા ₹66,190 પ્રતિ 10 ગ્રામ ₹72,200 પ્રતિ 10 ગ્રામ
દિલ્હી ₹66,290 પ્રતિ 10 ગ્રામ ₹72,300 પ્રતિ 10 ગ્રામ
મુંબઈ ₹66,140 પ્રતિ 10 ગ્રામ ₹72,150 પ્રતિ 10 ગ્રામ
કોલકાતા ₹66,140 પ્રતિ 10 ગ્રામ ₹72,150 પ્રતિ 10 ગ્રામ
ચેન્નાઈ ₹66,140 પ્રતિ 10 ગ્રામ ₹72,150 પ્રતિ 10 ગ્રામ
બેંગલુરુ ₹66,140 પ્રતિ 10 ગ્રામ ₹72,150 પ્રતિ 10 ગ્રામ
હૈદરાબાદ ₹66,140 પ્રતિ 10 ગ્રામ ₹72,150 પ્રતિ 10 ગ્રામ

AkshayaTritiya Gold Price  ખરીદી અને પૂજા માટે અક્ષય તૃતીયાનો શુભ સમય

  • સવારે 7.14 કલાકે લાભ ચોઘડિયા
  • સવારે 8.55 કલાકે અમૃત ચોઘડિયા
  • બપોરે 12.17 કલાકે શુભ ચોઘડિયા
  • સાંજે 5:20 વાગે ચલ ચોઘડિયા
AkshayaTritiya Gold Price

AkshayaTritiya Gold Price : જો કે, અખાત્રીજના દિવસે કોઈપણ પ્રકારના શુભ કાર્યને પૂર્ણ કરવા માટે કોઈ શુભ સમયની જરૂર નથી કારણ કે આખો દિવસ શ્રેષ્ઠ સમય રહે છે, પરંતુ ઉપર જણાવેલ સમયમાં પૂજા અથવા ખરીદી કરવાથી તમને બમણું ફળ મળશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.