Gurpatwant Singh threatened not to board the Air India flight : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે 19 નવેમ્બરના રોજ એર ઈન્ડિયા (Air India) દ્વારા મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને ધમકી આપતો જોવા મળે છે અને કહે છે કે તે દિવસે તેમના “જીવ જોખમમાં હશે”.
પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું કે,
“અમે શીખ લોકોને 19 નવેમ્બરે Air India (એર ઈન્ડિયા) દ્વારા ઉડાન ન ભરવા માટે કહી રહ્યા છીએ. તે દિવસે વૈશ્વિક નાકાબંધી હશે. 19 નવેમ્બરે, Air India દ્વારા મુસાફરી કરશો નહીં, નહીં તો તમારો જીવ જોખમમાં હશે.”
પન્નુને વધુમાં દાવો કર્યો હતો કે, દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ (#AI182) 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ પણ બદલવામાં આવશે.
ખાલિસ્તાની (#Khalistan) આતંકવાદીએ હાઈલાઈટ કર્યું કે, આ એ જ દિવસે છે કે જે દિવસે ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે.
10 ઓક્ટોબરના રોજ પન્નુ, જે યુએસ સ્થિત પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનના વડા છે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાંથી કઈક શીખવાની ધમકી આપી હતી, નહીં તો ભારતમાં પણ આવી જ ‘પ્રતિક્રિયા’ બહાર આવશે.
તેણે અગાઉના વીડિયોમાં આ સંદેશ આપ્યો હતો કે, “પંજાબથી પેલેસ્ટાઇન સુધીના ગેરકાયદેસર કબજા હેઠળના લોકો હવે પ્રતિક્રિયા આપશે. અને હિંસા જ હિંસાને પેદા કરે છે.”
અમૃતસરમાં જન્મેલા પન્નુ (#Pannu) 2019 થી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના રડારમાં છે, તેના પર આતંકવાદી કૃત્યો અને પ્રવૃત્તિઓની હિમાયત કરવા, તેને ચલાવવામાં મદદ, ધાકધમકીની વ્યૂહરચના દ્વારા પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં ભય અને આતંક ફેલાવવામાં પ્રાથમિક ભૂમિકા ભજવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
3 ફેબ્રુઆરી, 2021ના રોજ સ્પેશિયલ NIA કોર્ટ દ્વારા પન્નુ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષે 29 નવેમ્બરે તેને “ઘોષિત અપરાધી” (PO) જાહેર કરવામાં આવ્યો હતો.