Gujarat Startup – 12 | ગ્લાસ- કોન્ક્રીટ

0
328

દરેક શહેરોના સ્થાનિક તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન છે કેમિકલ વેસ્ટ અને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણી આસપાસની ફેકટરીઓનો વેસ્ટ , અથવા દરેક જગ્યાએ વપરાતો કાચ તેનો પણ વેસ્ટ મોટા પ્રમાણમાં ભેગો થાય છે. આ ઉપરાંત કોલસો, ફ્લાય એશ , અને અન્ય કેમિકલ પાવડર જે પ્રકૃતિને નુકશાન કારક હોય છે અને હમેશા આપણા પર્યાવરણને નુકશાન પહોચાડે છે અને આવા પ્રકારના કચરાના ઢગલા દરેક શહેરમાં નદીકિનારે અથવા ખુલ્લી જગ્યામાં જોવા મળે છે. પરંતુ એક યુવાનને આ પ્રકારના વેસ્ટ પર બાંધકામ ઉદ્યોગમાં વપરાતી પ્રોડક્ટ બની શકે તો લગભગ સમાધાન મળે . અને સિમેન્ટનો ઓછો ઉપયોગ અને સિમેન્ટની સાથેજ બોન્ડીંગ મટીરીયલ તરીકે વાપરીને નોન સ્ટ્રકચરલ મેમ્બર ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો. ગુજરાતના યશ પટેલ તેમણે સિવિલ એન્જીનીયરીંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમને સતત મનોમંથન કાર્ય બાદ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત અને ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસીમાં એક એવું ઇનોવેશન કર્યું છે જે જોઇને અચંબિત તો થવાય પણ તેમની વાત સાંભળીને આપણે કેટલો વેસ્ટ ઉત્પન્ન કરી રહ્યા છીએ તે પણ ખ્યાલ આવે. બાંધકામમાંથી નીકળતો કચરો, અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો વેસ્ટનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી બેસ્ટ સોલ્યુશન આપ્યું છે. અમદાવાદ એન્જીનીયરીંગ રીસર્ચ સંસ્થા દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું છે. અને રોડ સેફટી સહિતના પ્રોજેક્ટ અને ઇકો-ફ્રેન્ડલી ગ્લાસ કોન્ક્રીટમાંથી પેવર બ્લોક રોડ બનાવ્યા અને તમામ પરીક્ષણોમાં ખરા ઉતર્યા છે. અને લગભગ એક અંદાજ મુજબ દેશમાં કાચના ઉપયોગમાં 45 ટકા વેસ્ટ થાય છે આ કાચના ટુકડા રીસાયકલ કરીને તેના પાવડરનો ઉપયોગ કરીને કોન્ક્રીટ બનાવ્યો .યશ પટેલ કહે છે અમારું ધ્યેય પર્યાવરણીય બચત, ઉત્પાદન, અને ટેકનીકલી નવીનતા લાવીને બાંધકામ ક્ષેત્રમાં વપરાતી પ્રોડક્ટમાં આ કેમિકલ વેસ્ટને વાપરીને બાંધકામ ઉદ્યોગને અપ રિસાયક્લિંગ તરફ વાળીએ અને તેને ફરીથી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરીએ તો ચોક્કસથી જમીન અને અન્ય પ્રદૂષણને બચાવી શકીશું અને ભાવિ પેઢી માટે સ્વચ્છ ભારત ચોક્કસ આપીશું. જેમાં બાંધકામમાં વપરાતા રોજીંદા સાધનોનો ઉપયોગ કરીને ચોક્કસ પરિણામ મેળવ્યું છે . ટ્રાઈકોન (Triecon )કંપનીની શરૂઆત કર્યા બાદ મીક્ષર મશીનમાં ગ્રીટ, રેતી, ઔદ્યોગિક વેસ્ટ અને સિમેન્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોક, ઇંટો, ગાર્ડન ટાઈલ્સ, આર.સી.સી. બાંધકામમાં વપરાતા કવર, વિગેરે પ્રોડક્ટ બનાવે છે અને અત્યારે બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ગુજરાત સ્ટાર્ટઅપ અંગે વધુ માહિતી જોવા જોતા હો વી.આર લાઈવ .