Gujarat’s Lifeline Strengthens: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને નર્મદા નદીમાં સતત પાણીની આવકને કારણે ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
હાલમાં ડેમની જળસપાટી 134.94 મીટરે પહોંચી છે, જે રાજ્યમાં જળસંચયની સ્થિતિ મજબૂત હોવાનું દર્શાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમમાં હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાના આશરે 89 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ડેમની નિર્ધારિત પૂર્ણ જળસપાટી 138.68 મીટર છે, એટલે કે હવે તે પૂર્ણ સપાટીથી માત્ર 3.74 મીટર જેટલો જ દૂર છે.
Gujarat’s Lifeline Strengthens: ખેતી અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે

નર્મદા ડેમ ગુજરાતના લાખો લોકો માટે પીવાના પાણીનો અને ખેડૂતો માટે ખેતીની સિંચાઈનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જળસંગ્રહમાં થયેલા આ વધારાને કારણે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતો માટે રાહતદાયક સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગ અને ડેમ ઓથોરિટીના અંદાજ મુજબ, જો આગામી દિવસોમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવક આ જ રીતે યથાવત રહેશે, તો ડેમની જળસપાટીમાં હજુ વધુ વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. હાલની સ્થિતિ જોતા, ગુજરાતમાં આગામી સમય માટે પાણીની સ્થિતિ સુદ્રઢ હોવાનું સ્પષ્ટ જણાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કારો: વીરપુરમાં મધરાતે દીપડાની દહેશત: CCTVમાં હિલચાલ કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ, પાંજરું ગોઠવવા માંગ

