Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ફરી આશાના સંકેત મળી રહ્યા છે. ૧૦ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ એટલે કે લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બને અને અનુકૂળ દિશામાં આગળ વધે તો ગુજરાતમાં ૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
Gujarat Weather Update: મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર

આ સિસ્ટમની સંભવિત અસર હેઠળ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાના સંકેત છે. જોકે વરસાદની ચોક્કસ તીવ્રતા સિસ્ટમની રચના અને તેની આગળની ગતિ પર નિર્ભર રહેશે.
Gujarat Weather Update: ૧૮થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદના સંકેત

આગામી લાંબા ગાળાના અનુમાન મુજબ ૧૮થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદી પ્રવૃત્તિ સંપૂર્ણપણે સમાપ્ત થાય તેવી સ્થિતિ હાલ દેખાતી નથી.
ઑક્ટોબરમાં ફરી સિસ્ટમની શક્યતા
લાંબા ગાળાના અનુમાનમાં ૧૧થી ૧૬ ઑક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં ફરી હળવા દબાણનું ક્ષેત્ર સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ૧૭ ઑક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
જોકે, આ તમામ આગાહી હવામાન પ્રણાલીની વાસ્તવિક રચના, તેની તીવ્રતા અને ગતિની દિશા પર આધારિત રહેશે. તેથી આગામી દિવસોમાં સિસ્ટમની સ્થિતિમાં થતા ફેરફાર પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પથારીમાં પડતાં જ વિચારોની દોડ શરૂ? ‘નાઇટ એન્ઝાયટી’ ઊંઘની બની શકે દુશ્મન

