HomeAhmedabadGujarat Weather Update: અમદાવાદમાં ઝરમર વરસાદ અને રાજ્યમાં સાત દિવસની હળવા વરસાદની...

Gujarat Weather Update: અમદાવાદમાં ઝરમર વરસાદ અને રાજ્યમાં સાત દિવસની હળવા વરસાદની આગાહી, આજે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

Gujarat Weather Update: રાજ્યમાં હાલમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જોકે સારા અને ભારે વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.

Gujarat Weather Update

Gujarat Weather Update: આજે યલો એલર્ટ અને સંભવિત વિસ્તારો

આજે 21 ઓગસ્ટે આગામી ત્રણ કલાક એટલે કે સાંજે 4થી 7 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ હેઠળ મોરબી, જામનગર, પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે.

Gujarat Weather Update: અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અને તાપમાન

અમદાવાદ શહેરમાં આજે એસ.જી. હાઈવે, ગોતા, ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી અને એસ.પી. રિંગ રોડ જેવા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાં અત્યાર સુધી સીઝનનો કુલ 593.1 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતાં 55.1 મિમી વધુ છે. ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Gujarat Weather Update: સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ

1 જૂનથી 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં કુલ 511 મિમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 530 મિમી વરસાદ થવો જોઈએ, જે મુજબ હાલમાં રાજ્યમાં માત્ર 4 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં થનારા વરસાદથી આ ઘટ પણ ઓછી થઈ જશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ભાવનગરના ઝેરી દારૂકાંડની ગંભીર અસર: સુરતમાં વધુ એક યુવકનું બ્રેઈન ડેડ થતા કરુણ મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments