GUJARAT WEATHER : રાજ્યમાં ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ત્યારે આજે રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, આજે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તાબડતોડ બેટિંગ કરી હતી,ત્યારે હજુ પણ મેઘરાજા સાંબેલાધાર વરસાદ માટે તૈયાર બેઠા છે જેની આગાહી હવામાન વિભાગે કરી છે.
GUJARAT WEATHER : હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં જળપ્રલય આવશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે. પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.
GUJARAT WEATHER : હવામાન વિભાગના મતે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આગામી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ વરસશે. જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, બોટાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
GUJARAT WEATHER : આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, અને છોટાઉદેપુર જિલ્લો થશે જળબંબાકાર. હવામાન વિભાગના અનુસાર, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.
GUJARAT WEATHER : આગામી દિવસોમાં વરસાદની આગાહી
- 25 જૂન: ભારે થી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ
- 26 જૂન: ભારે વરસાદ – પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
- 27 જૂન: ભારે વરસાદ – નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલી
- 28 જૂન: ભારે વરસાદ – ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદા નગર હવેલી
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો