GUJARAT WEATHER  : રાજ્યમાં હજુ આવશે માવઠું, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

0
153
GUJARAT WEATHER
GUJARAT WEATHER

GUJARAT WEATHER  : રાજ્યમાં શિયાળો પૂર્ણ થઇ ગયો છે, ઉનાળાએ દસ્તક આપી દીધી છે. હજુ તો ૩ દિવસ અગાઉ જ આખા રાજ્યમાં હવામાનમાં પલટો માર્યો હતો અને ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરીવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.       

GUJARAT WEATHER

GUJARAT WEATHER  :  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ વિશે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી બે ત્રણ દિવસમાં એટલે કે તારીખ 10 માર્ચથી હવામાનમાં પલટો જોવા મળશે. જેની અસર ઉત્તર પ્રવર્તીય પ્રદેશોમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા તેમજ ગુજરાતના કચ્છ અને ઉતર ગુજરાતના ભાગોમાં જોવા મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. પરંતુ આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાશે

GUJARAT WEATHER   : ગુજરાતના આ ભાગોમાં ભારે પવન ફૂંકાશે

GUJARAT WEATHER


અંબાલાલ પેટેલ જણાવ્યા મુજબ, મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક અને કચ્છમાં 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડે, ઉત્તર ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તેમજ સૌરાષ્ટ્રમાં પણ આટલી જ પવન ફૂંકાશે. આ ઉપરાંત કચ્છમાં 30થી 35 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે.

GUJARAT WEATHER   : બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે

GUJARAT WEATHER


અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ, તારીખ 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેમજ બંગાળખાડી અને અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં ભારે હલચલ જોવા મળશે. આ દરમિયાન ચક્રવાત પણ સર્જાશે. તારીખ 10થી 13માં ગરમીનું પ્રમાણ પણ જોવા વધુ જોવા મળશે. ત્યારબાદ ગરમીમાં રાહત જોવા મળશે. આ પછી 19થી 20 તારીખમાં ફરી ગરમી જોવા મળશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો