BCCI Cricket Incentive scheme :  ટેસ્ટ ક્રિકેટ માટે BCCIનું મોટું પગલું, ખેલાડીઓની થશે ચાંદી જ ચાંદી  

0
117
BCCI Cricket Incentive scheme
BCCI Cricket Incentive scheme

BCCI Cricket Incentive scheme : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ વિશાળ જીત હાંસલ કર્યાં બાદ BCCIએ દેશમાં ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. બોર્ડના સચિવ જય શાહે ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટીવ સ્કીમની જાહેરાત કરી છે.આ અંતર્ગત ખેલાડીઓને હવે ટેસ્ટ ફી ઉપરાંત વધારાની રકમ પણ આપવામાં આવશે. આ અંતર્ગત વધુને વધુ સંખ્યામાં ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમશે.

BCCI Cricket Incentive scheme

BCCI Cricket Incentive scheme  : BCCIના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ રજૂ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે મને ભારતની મેન્સ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટીવ સ્કીમની શરૂઆત કરતાં ખૂબ જ ખુશી થઈ રહી છે. જેનો ઉદ્દેશ આપણા સન્માનિત એથલેટ્સને આર્થિક વિકાસ અને સ્થિરતા પ્રદાન કરવાનો છે. વર્ષ 2022-23ની સિઝનથી શરૂ થઈ ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયાની વર્તમાન ફી ઉપરાંત વધારાના ઈનામ સંરચના સ્વરૂપમાં કામ કરશે.

BCCI Cricket Incentive scheme  : ખેલાડીઓને કેવી રીતે મળશે લાભ

BCCI Cricket Incentive scheme


BCCI Cricket Incentive scheme  : જય શાહે આ સ્કીમ અંતર્ગત ખેલાડીઓને ફાયદો કેવી રીતે મળશે તે અંગે માહિતી આપી છે. BCCI સચિવની માહિતી પ્રમાણે એક ટેસ્ટ મેચ રમવા માટે ખેલાડીઓને અત્યારે 15 લાખ રૂપિયા મળે છે. આ સ્કીમ અંતર્ગત જો કોઈ ખેલાડી સિઝનમાં 75 ટકાથી વધારે મેચમાં સામેલ થાય છે તો પ્લેયર્સને પ્લેઈંગ 11માં સામેલ થવા માટે 45 લાખ રૂપિયા પ્રતિ મેચ હિસાબથી વધારાનું ઈન્સેન્ટીવ્ઝ મળશે. જો ખેલાડી પ્લેઈંગ 11માં સામેલ થતા નથી પણ ટીમ સાથે જોડાયેલ રહે છે તો તેને રૂપિયા 22.5 લાખ પ્રતિ મેચ હિસાબથી રકમ મળશે.

BCCI Cricket Incentive scheme

BCCI Cricket Incentive scheme  : જો પ્લેયર એક સિઝનમાં 50 ટકા મેચમાં પ્લેઈંગ 11નો હિસ્સો છે તો તેને રૂપિયા 30 લાખ પ્રતિ મેચ  મળશે. એવી જ રીતે પ્લેઈંગ ઈલેવનથી બહાર થનારા ખેલાડીઓને રૂપિયા 15 લાખ પ્રતિ મેચ મળશે. જો પ્લેયર 50 ટકાથી ઓછી મેચ રમે છે તો તેને કોઈ પણ વધારાનું ઈન્સેન્ટીવ્ઝ મળશે નહીં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.