Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો…  

0
343
Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો...  
Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો...  

Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..

Gujarat Top News
Gujarat Top News

ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…

જોઈતા પટેલ
જોઈતા પટેલ

ઉત્તર ગુજરાત: આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, ગુજરાત કોંગ્રેસને લાગશે વધુ એક ઝટકો

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પકડ હવે ધીમી થઈ રહી છે. વિગતો મુજબ આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસને રામરામ કર્યા છે. પૂર્વ ધારાસભ્ય જોઈતા ભાઈ પટેલ પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું છે. આ તરફ હવે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા જોઈતા પટેલના રાજીનામાથી કોંગ્રેસ અવઢવમાં મુકાઇ છે. હજી ગઇકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે ત્યારે ફરી એક દિગ્ગજ નેતાના રાજીનામાંથી રાજકારણ ગરમાયું છે. 

sankar chaudhary

વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓને ખખડાવ્યા:વીટો પાવર વાપરી 1 મિનિટ ઠપકો આપ્યો

પ્રશ્નોત્તરી કાળ પૂરો થયો કે, તુરંત જ વિધાનસભા અધ્યક્ષે પોતાનો વીટો પાવર એવો વાપર્યો હતો અને અધિકારીઓને એક મિનિટ સુધી ખખડાવ્યા હતા.

વિધાનસભા સત્ર દરમિયાન પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ સબંધિત મંત્રી આપે છે એ સમયે વારંવાર જોવા મળે છે કે, જવાબ આપનાર મંત્રી વાંચીને જવાબ આપે છે. અનેક કિસ્સામાં એ પણ જોવા મળે છે કે, ગેલેરીમાં બેઠેલા અધિકારીઓ ચાલુ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચિઠ્ઠીમાં વિગત લખી અને મંત્રીને મોકલાવે. એ બાદ મંત્રી જવાબ આપી શકે છે. જેના કારણે વધારે પ્રશ્નો પૂછી શકાતા નથી અને સમય વેડફાય છે.

ઉડતા ગુજરાત: દરિયામાંથી  ઝડપાયું 3300 કિલો 'પાકિસ્તાની ડ્રગ્સ'
ઉડતા ગુજરાત: દરિયામાંથી ઝડપાયું 3300 કિલો ‘પાકિસ્તાની ડ્રગ્સ’

ઉડતા ગુજરાત: દરિયામાંથી ઝડપાયું 3300 કિલો ‘પાકિસ્તાની ડ્રગ્સ’

ગુજરાતના પોરબંદર દરિયા કિનારેથી 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ, ઈન્ડીયન નેવીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તાજેતરના સમયમાં ઝડપવામાં આવેલો ડ્રગ્સનો આ સૌથી વધારે જથ્થો છે.

મંગળવારે નેવી દ્વારા પાકિસ્તાનના એક નાના જહાજને આંતરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતાં 3,089 કિલોથી વધુ ચરસ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને ₹ 1,300 કરોડની કિંમતનું 25 કિલો મોર્ફિન મળી આવ્યું હતું. જહાજના પાંચ ક્રૂ, તમામ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જે ડ્રગ્સ ઝડપાયુ છે તેમાં ચરસ પણ સામેલ છે અને એક કિલો ચરસની કિંમત 7 કરોડની આસપાસ છે.

daru

અમદાવાદ: દારૂ સંતાડવાનું હાઇડ્રોલિક ભોંયરું; ઓઢવ, સોલા, નિકોલ, ઉસ્માનપુરા અને કૃષ્ણનગરમાં દારૂના અડ્ડા પર SMC ત્રાટક

અમદાવાદ શહેરમાં પછી એક સાથે છ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી દેશી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, એટલું જ નહીં શહેરના પોસ વિસ્તાર ગણાતા સોલામાં પણ દેશી દારૂ વેચાતો હતો. જ્યારે પશ્ચિમના એક વિસ્તારમાં દારૂ સંતાડવા માટે બનાવેલું હાઇડ્રોલિક ભોયરું પણ રેડ દરમિયાન સામે આવ્યું છે.

એસએમસીની ટીમે ગઇકાલે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપાસીતારામ ચોક પાસે ઉત્સવ ફ્લેટની દુકાનમાંથી 119 દારૂની બોટલો ઝડપી પાડી છે. ઓઢવ વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં અજય ગોહિલ દેશી દારૂનું બાતમીના આઘારે એસએમસીએ રેડ કરતા 38 દારૂડીયાઓને રંગે હાથ ઝડપી લીધા છે.

ઉસ્માનપુરા ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં બાતમીના આધારે દામોદર ભુવનમાં રેડ કરીને 479 દારૂની બોટલો જપ્ત કરી. નિકોલ ગામમાં આવેલી મહેશ્વરી સોસાયટીના મકાન નંબર 5માં દરોડા પાડી 73 બીયર તેમજ દારૂની બોટલો જપ્ત કરી. ઓઢવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જય કેમીકલ ફેક્ટરીની સામે ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા રેલવેના છાપરામાં દારૂનો અડ્ડો પર રેડ દરમિયાનમાં એસએમસીએ 29 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે.

4 નડિયાદ

બે મહાનગરપાલિકાની જાહેરાત: નડિયાદ અને પોરબંદર-છાયા નગરપાલિકાને મનપાનો દરજ્જો

રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આજે વધુ બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા બનશે.

જાહેર થયેલી મહાનગરપાલિકા

  1. પોરબંદર-છાયા
  2. નડિયાદ

2 172

ગુજરાત: હવામાન વિભાગની આગાહી, 9 જિલ્લામાં માવઠાની શક્યતા

પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે તેમણે બીજી માર્ચના રોજ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે.

મોસમ વૈજ્ઞાનિકે ફેબ્રુઆરીમાં વરસાદ કેમ પડશે તેનું કારણ જણાવતા કહ્યુ છે કે, એક માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે જે ઉત્તર ભારતને આવરી લેશે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

2 171

દાંતામાં ગત મોડી રાત્રે હળવો ભૂકંપના આંચકા , જાનમાલના નુકસાન નહીં

યાત્રાધામ અંબાજીથી 20 કિલોમીટરના અંતરાલે આવેલા દાંતામાં ગઈ મોડી રાત્રે 11:05 પર ભૂકંપના આંચકાઓ અનુભવાયા, આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3 હતી. લોકોએ મોડી રાત્રે ભૂકંપના આંચકાઓ અનુભવાતા પોતાના ઘરથી બહાર નીકળી પડ્યા હતા.વધુ તીવ્રતા ન હોવાના કારણે હજી સુધી કોઈપણ જાન કે માલનું નુકસાન સર્જાવાની જાણકારી સામે નથી. ભૂકંપના આંચકાઓની બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પુષ્ટિ કરી હતી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे