Gujarat summer vacation : ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ થઈ જાહેર

0
118
Gujarat summer vacation
Gujarat summer vacation

Gujarat summer vacation : રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે. ઉનાળુ વેકેશનનો સમયગાળો  તા. ૦૯/૦૫/૨૦૨૪ થી તા. ૧૨/૦૬/૨૦૨૪ સુધી (૩૫ દિવસ) સુધી રહેશે.  તા. ૧૩/૦૬/૨૦૨૪ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.

Gujarat summer vacation

Gujarat summer vacation :  શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ શૈક્ષણિક વર્ષ 2023-24માં ઉનાળુ વેકેશન 6 મે 2024થી 9 જૂન 2024 સુધી જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ઉપરોક્ત તારીખોમાં ફેરફાર કરીને તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન આગામી 9 મે 2024થી12 જૂન 2024 સુધી જાહેર કરવામાં આવે છે.

Gujarat summer vacation

Gujarat summer vacation :  નોંધનીય છેકે, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા પત્ર લખીને વહેલામાં વહેલી તકે નવો પરિપત્ર જાહેર કરીને ઉનાળું વેકેશનની નવી તારીખો જાહેર કરવામાં આવે તેવી માગ કરી છે. સાથેજ વેકેશન 8 અથવા 9 મેથી જાહેર કરવામાં આવે તેવી પણ માગ કરી હતી.

Gujarat summer vacation :  17 એપ્રિલના રોજ પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો હતો

Gujarat summer vacation


Gujarat summer vacation :  નોંધનીય છેકે, 16 એપ્રિલના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 6 મેથી 9 જૂન સુધીનું 35 દિવસનું વેકેશન જાહેર કરવમાં આવ્યું હતું. જોકે 17 એપ્રિલના રોજ આ પરિપત્ર આગળની સુચના ન મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં ઉનાળું વેકેશન ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે કંઇ જણાવવામાં ન આવતા શિક્ષણ જગત અસમંજસમાં મુકાયુ હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો